સુરતમાં ACની કંપની દાઝેલા લોકોને મદદ રૂપ થવા તેમના ઘરે ફ્રીમાં AC ફીટ કરી આપશે

PC: youtube.com

સુરતના સરથાણા વિસ્તારમાં ગઈ કાલે બપોરના સમયે તક્ષશીલા કોમ્પ્લેક્ષમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગ બિલ્ડીંગના દાદરમાં જ લાગવાના કારણે કોમ્પ્લેક્ષના ચાલતા ટ્યુશન ક્લાસના બાળકો નીચે આવી શક્યા નહીં. અને આગ ધીમે ધીમે શોપિંગ કોમ્પ્લેક્ષમાં આગળ પ્રસરી રહી હતી. આગથી બચવા માટે ટ્યુશન ક્લાસના બાળકોએ ચોથા માળ પરથી છલાંગ લગાવી હતી અને ત્યારબાદ આગ જયારે કાબુમાં આવી ત્યારે બિલ્ડીંગની અંદરથી કેટલાક મૃતદેહોને ભડથું થયેલી હાલતમાં બહાર લાવવામાં આવ્યા હતા અને ધીમે ધીમે મૃતક આંક પણ વધીને 23 સુધી પહોચી ગયો છે.

આ ઘટનાને લઇને શહેરના લોકોમાં રોષની લાગણી જોવા મળી છે. લોકોએ કેટલીક જગ્યાઓ પર શોક સભાઓ કરીને મૃતક બાળકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી, તો કેટલાક લોકોએ સોશિયલ મીડિયામાં શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ ઉપરાંત જે બાળકો આગની ઘટનામાં દાજેલા છે અને સારવાર લઇ રહેલા છે તેઓને મદદ રૂપ થવા માટે સુરતની એક ACની કંપનીના માલિક દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

એક રીપોર્ટ અનુસાર ACની કંપનીના માલિક ખ્યાતી શાહ જ્યારે આ ઘટના જોઈ રહ્યા હતા તેઓને એક વિચાર આવ્યો હતો કે, ઘણા લોકો ઘાયલ થયેલા લોકોને કોઈના કોઈ રીતે મદદ રૂપ થઈ રહ્યા છે ત્યારે આપણે કઈ રીતે આગમાં દાજી ગયેલા બાળકોને મદદરૂપ થઈ શકીએ, ત્યારે તેઓને વિચાર આવ્યો કે, આપણે વધારે મદદ ન કરી શકીએ તો કઈ નહીં પણ જ્યાં સુધી બાળકોની પૂરે પૂરી સારવાર ન થાય તું સુધી બાળકોના ઘરે AC લગાવીને તેમને દાઝી જવાની પીડામાંથી થોડી રાહત આપી શકીએ જેના કારણે તેઓએ સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ કરી લોકોને આ બાબતે લોકોને જાણકારી આપી હતી. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp