સુરત પોલીસ પરેડના પટાંગણમાં વન, આદિજાતિમંત્રીના હસ્તે ધ્વજારોહણ સંપન્ન થશે

PC: bhaskar.com

15મી ઓગષ્ટ સ્વાતંત્ર્યપર્વની જિલ્લાકક્ષાની ઉજવણી સવારે 9.00 વાગે સુરત શહેરના અઠવાલાઈન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વન, આદિજાતિમંત્રી ગણપતસિંહ વસાવા હસ્તે રાષ્ટ્રની આન, બાન અને શાન સમા ત્રિરંગાને સલામી આપવા સાથે કાર્યક્રમ સંપન્ન થશે. આ પ્રસંગે મંત્રી પ્રજાજનોને રાષ્ટ્રીય પર્વની શુભેચ્છાઓ પાઠવવા સાથે દેશની આઝાદીના લડવૈયા વિશે તેમજ રાજયના વિકાસની જાણકારી આપશે.

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સરકારના દિશા-નિર્દેશો અનુસાર સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે કરવામાં આવશે. મહાનુભાવોના હસ્તે કોરોના વોરિયર્સ એવા ડોકટર, પેરામેડીકલ સ્ટાફ, સેનિટેશન વર્કસ તથા કોરોનાની ગંભીર પરિસ્થિતિમાંથી મ્હાત આપીને સ્વસ્થ થયેલા ડોકટર્સને સન્માનિત કરવામાં આવશે. પોલીસ વિભાગ સહિત હોમગાર્ડ્ઝ, એન.સી.સી., સ્કાઉટ ગાઇડ તાલીમબદ્ધ સૈનિકોની પરેડ પણ યોજવામાં આવશે. જિલ્લાકક્ષાની ઉજવણીમાં અને ખાસ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી આત્મનિર્ભર ભારતની થીમ આધારીત પ્રવૃત્તિઓ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp