છાપેલી કિંમત કરતા વધુ ભાવો લેનારી સુરતની 9 પાન મસાલાની દુકાનને 18 હજારનો દંડ

PC: Khabarchhe.com

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે કરવામાં આવેલા લોકડાઉનના કારણે લાંબાસમયથી બંધ રહેલા સુરત શહેરના પાન મસાલા, બીડી, સિગારેટ તથા તમાકુ વગેરેની દુકાનોને તાજેતરમાં ચાલુ કરવાની પરમિશન મળતા વધુ નફો લેવાની લ્હાયમાં કેટલાક દુકાનદારો દ્વારા નફાખોરી કરતા હોવાનું માલુમ પડતા મદદનિશ નિયંત્રક, કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા વધુ ભાવો લેતા દુકાનદારો વિરૂધ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.

વધુ વિગતો આપતા સુરત/તાપી મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી બી.આર.વિશાણાએ જણાવ્યું હતું કે, કચેરીના સીનીયર/જુનીયર નિરીક્ષીકો દ્વારા શહેરના એલ.એચ.રોડ, વરાછા રોડ, પાંડેસરા, ઉન, ભેસ્તાન, રામનગર, મોરાભાગળ વગેરે અલગ અલગ વિસ્તારોમાં 53 પાન મસાલાના એકમોની ઓચિંતી તપાસણી હાથ ધરી મસાલાનું વેચાણ કરતા નવ વેપારી એકમો દ્વારા રજનીગંધા પાન મસાલા, તાનસેન પાન મસાલા, ગોલ્ડ ફલેક સિગારેટ, કલાસીક માઈલ્ડ સિગારેટ વગેરે પાન મસાલાના પેંકીગ ઉપર છાપેલ કિંમત કરતા સરેરાશ રૂપિયા 10 થી લઈ 90 સુધીનો વધુ ભાવ લેતા હોવાનું માલુમ પડતા ધી પેકેઝડ કોમીડીટી રૂલ્સ મુજબ પ્રોસીકયુશન કેસ કરી રૂા.18000નો દંડ સ્થળ ઉપર વસુલ કરવામાં આવ્યો હતો.

કયા દુકાનદારો દંડાયા..?     

 એલ.એચ.રોડ સાધના સોસાયટી ખાતે આવેલ તુલસી પાન એન્ડ કોલ્ડ્રીંકસ

 પુનમ ટોબેકો જનરલ સ્ટોર્સ, મુકામ ઉન

 રીધ્ધી સીધ્ધી સુપર સ્ટોર્સ, કેશવનગર સોસાયટી, ભેસ્તાન, સુરત

 સુરેશ એન્ટરપ્રાઈસ, હળપતિવાસ, ભેસ્તાન

 વિશાલ ટ્રેડર્સ, ઝુલેલાલ રોડ, રામનગર, રાંદેર

 જે.બી.ટ્રેડર્સ, ઝુલેલાલ મંદિરની ગલીમાં, રામનગર, રાંદેર

 જય ઝુલેલાલ જનરલ સ્ટોર્સ, રામનગર, રાંદેર

 દુર્ગા ટ્રેડીંગ, રામનગર, રાંદેર રોડ, સુરત

 આનંદ સેલ્સ કોર્પોરેશન, ગુજરાત હાઉસીંગ બોર્ડ, પાંડેસરા, સુરત

લોકડાઉનને ધ્યાને રાખી આગામી સમયમાં પણ નફાખોરી કરતા મસાલાના દુકાનદારકો વિરૂધ્ધ અસરકારક કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp