ભાજપ વન-વે ટ્રાફિક સમાન, પક્ષ છોડનારા શાંતિથી રહી શકતા નથીઃ સુશીલ મોદી

PC: zeenews.com

બિહાર રાજ્યના પૂર્વ ઉપ-મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે, અમારો પક્ષ (ભાજપ) વન વે ટ્રાફિક જેવો છે. તમે એમાં આવી શકો છો પણ અહીંથી જઈ શકતા નથી. જે લોકો ભાજપ છોડે છે, તેઓ ક્યારેય શાંતિથી રહી શકતા નથી. જોકે, હું બિહાર સરકારનો કોઈ ભાગ નથી, પણ મારી આત્મા વર્તમાન સરકારમાં વસે છે. આપણે આપણા પક્ષને ક્યારેય નબળો પડવા દેવો જોઈએ નહીં.

બિહારના ઉપ-મુખ્યમંત્રી તારાકિશોર પ્રસાદે રવિવારે નેતા તેજસ્વી યાદવ પર ચાબખા માર્યા છે. તેમણે રાજ્યમાં કાયદો વ્યવસ્થાને લઈને તેજસ્વી યાદવના એક ટ્વીટનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, અમારી સરકાર પહેલા રાજ્યમાં કોઈ પ્રકારના ગુના થતા હતા અને એ સમયે તત્કાલિન સરકાર તરફથી ગુનેગારોને કેવી સુરક્ષા આપવામાં આવતી હતી. એ ન તમારાથી છુપૂ છે કે ન પ્રજાથી. તારાકિશોર પ્રસાદે જણાવ્યું કે, ગત ચૂંટણીમાં હિંસાની એક પણ ઘટના થઈ નથી. ગુનાખોરીની યાદીમાં બિહારનો ક્રમ 25મો છે. મુખ્યમંત્રીએ ગુનાની સામે કડક વલણ અપનાવવા માટે બિહાર પોલીસના અધિકારીઓને કેટલાક આદેશ આપ્યા છે. રાજદ નેતા તેજસ્વી યાદવે ટ્વીટ કરીને નીતીશકુમાર સરકાર પર શાબ્દિક વાર કર્યા હતા. તેજસ્વી યાદવે કહ્યું હતું કે, બિહારમાં ગુનેગારોની મૌસમ ખીલી છે. બેફામ ગમે ત્યાં ગોળીબાર થઈ રહ્યા છે. વ્યાપારીઓ પર કહેર વરસાવવામાં આવી રહ્યો છે. આ મહાજંગલરાજમાં હાહાકાર છે. ચારેય બાજું અરાજકતા અને ભયનો માહોલ છે. એક ચોક્કસ વ્યવસ્થા સમાપ્ત થઈ ચૂકી છે. ડબલ એન્જિનવાળી ટ્રેનમાં બેઠેલા મુખ્યમંત્રી સુસ્ત, લાચાર, વિવશ અને અસહાય છે. મહાજંગલરાજના મહારાજામૌન શા માટે છે?

 

સુશિલકુમાર મોદીએ એવું પણ જણાવ્યું કે, ભાજપ અમારી મા છે, કોઈ પણ સ્થિતિ આવે મા નો કોઈ વાળ વાંકો થઈ શકે એમ નથી. પક્ષ અંગે નિવેદન આપતા તેમણે ઉમેર્યું કે, કોઈ પણ સ્થિતિ આવી જાય અમારૂ કોઈ એવું પગલું નહીં હોય જેનાથી ભાજપ નબળો થાય કે એને નુકસાન થાય. બિહારની સરકારને કોઈ હલાવી શકે એમ નથી. બિહારની સરકાર ચલાવવામાં હું પૂરતો સહયોગ આપી રહ્યો છું. ઈચ્છાથી વિપરીત નિર્ણય હોય તો પણ પક્ષમાં રહીને કામ કરવું છે. આ વખતેની સરકારમાં પૂર્વ ઉપમુખ્યમંત્રી સુશીલકુમાર મોદીને ઉપ મુખ્યમંત્રી તરીકેનું કોઈ પદ મળ્યું નથી. પક્ષ એને રાજ્યસભાના માધ્યમ પરથી દિલ્હી મોકલી રહ્યો છે. બિહારમાં જ્યારે પણ ભાજપનું નામ લેવામાં આવે છે ત્યારે સુશિલકુમાર મોદી એક મોટા ચહેરા સમાન છે. બિહારના રાજકારણમાં તેને મોટા નેતા માનવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp