પાક પત્રકારે ભારતીય પ્રતિનિધિને પૂછ્યું, ક્યારે કરશો પાક સાથે વાતચીત? જાણો જવાબ

PC: hindustantimes.com

 સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુનાઇટેડ નેશન સિકયોરીટી કાઉન્સીલ) શુક્રવારે મળેલી બેઠક બાદ મિડીયા સાથેની વાતચીતમાં ભારતીય દુત અને યુએનના ભારતીય પ્રતિનિધિ સૈયદ અકબરૂદ્દીને ભારતની સહજતા અને સહિષ્ણુતાનો પરિચય કરાવ્યો હતો. પાકિસ્તાની પત્રકારે પુછેલા સવાલનો એવો સાહજિક જવાબ આપ્યો હતો કે પત્રકારો પણ ચોંકી ઉઠયા હતા.પાકિસ્તાની  પત્રકારે પુછયુ હતું કે તમે પાકિસ્તાન સાથે વાતચીત કયારે શરૂ કરશો? સૈયદ અકબરૂદ્દીન પોતાના સ્થાનથી પત્રકાર પાસે ગયા અન હાથ મિલાવી કહ્યું કે શરૂઆત તમારાથી જ કરીએ.

યુએનના ભારતીય પ્રતિનિધિ સૈયદ અકબરૂદ્દીને પત્રકારોને કહ્યું હતું કે શુક્રવારે કાશ્મીરના મુદ્દે મળેલી સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અનૌપચારિક બેઠકમાં કાશ્મીરમાં હાલાત સામાન્ય બનાવવા માટે પગલાં લેવાયા છે એ વાતનો સ્વીકાર કરવાામાં આવ્યો હતો.તેમણે કહ્યું કે ભારતનું સ્ષ્ટ માનવું  છે કે કલમ 370 એ પુરી રીતે ભારતનો આતંરીક મામલો છે અને તેમાં બહારના કોઇની દખલબાજી નહીં ચાલે

ચીન અને પાકિસ્તાનના પ્રતિનિધિ સાથે વાતચીત કર્યા પછી સૈયદ અકબરૂદ્દીન જેવા આવ્યા તેવા 3 પાકિસ્તાની પત્રકારો તેમની પર સવાલની ઝડી વરસાવી હતી.એક પાકિસ્તાની પત્રકારે પુછયું કે તમે પાકિસ્તાન સાથે વાતચીત  કયારે શરૂ કરશો? સવાલ સાંભળીને સૈયદ અકબરૂદ્દીન સ્ટેજ પરથી ઉતરીને પત્રકાર પાસે ગયા અને સસ્મિત હાથ મિલાવીને કહ્યું કે  શરૂઆત તમારાથી જ કરીએ. સ્ટેજ પરત ફર્યા બાદ અકબરૂદ્દીને કહ્યું હતું કે હું તમને કહેવા માંગુ છુ કે અમે દોસ્તીની પહલ પહેલાં કરી જ ચુક્યા છે.અમે સિમલા કરાર પર પ્રતિબધ્ધ છીએ. આપણે પાકિસ્તાનના રિસ્પોન્સની રાહ જોવી જોઇએ.

પાકિસ્તાની પત્રકારે ફરી અકબરૂદ્દીનને સવાલ  કર્યો હતો કે તો પછી બનેં પડોશી દેશો વાતચીત કેમ નથી કરતા? વાતચીત કરવાનું કહેવામાં આવે છે છતા વાતચીત કેમ નથી થતી? પત્રકારના સવાલનો જવાબ આપતા અકબરૂદ્દીને કહ્યું હતું કે પાકિસ્તાન પહેલાં આતંકવાદને અટકાવે. તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાન જે વાત કરે છે તે જમીન વાસ્તવિકતાથી જોજનો દુર છે.પાકિસ્તાન જેહાદના નામ પર હિંસા ફેલાવી રહ્યું છે.ભારત હમેંશની જેમ પોતાની નિતી પર કાયમ છે એમ અકબરૂદ્દીને ઉર્મેયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp