માનવ બોમ્બ જેવા છે દિલ્હીથી પાછા આવેલા તબલીગી જમાતના લોકોઃ ફડણવીસ

PC: huffingtonpost.com

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણીસે ગત મહિને દિલ્હીના તબલીગી જમાતના નિઝામુદ્દીનમાં આયોજિત કાર્યક્રમમાં સામેલ થનારા લોકોને માનવ બોમ્બ કહ્યા હતા, જે વધુ લોકોમાં સંક્રમણ ફેલાવી શકે છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીએ મરકજમાં સામેલ થનારા લોકોને શોધી તેમની તપાસ કરવાની માગ કરી છે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત બાદ બુધવારે જાહેર વીડિયો સંદેશમાં ફડણવીસે કહ્યું, નવી દિલ્હીના નિઝામુદ્દીનમાં આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં કોરોના વાયરસથી સંક્રમિત થઈને આવેલા લોકો માનવ બોમ્બ જેવા છે. તેઓ મોટી સંખ્યામાં લોકોને સંક્રમિત કરી શકે છે. તેમણે કહ્યું, એ જરૂરી છે કે આ લોકોને શોધવામાં આવે અને તેમની સારવાર કરવામાં આવે.

સરકારના જણાવ્યા અનુસાર, તબલીગી જમાતના મરકજમાં સામેલ થઈને વિવિધ રાજ્યોમાંથી પાછા આવેલા લોકોના કારણે કોરોના વાયરસથી સંક્રમિત મામલાઓમાં વધારો થયો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓનો આંકડો 1100ને પાર પહોંચી ગયો છે, જ્યારે 72 લોકોના મોત થઈ ચુક્યા છે. આ સાથે જ મહારાષ્ટ્ર આખા દેશમાં સૌથી વધુ કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓવાળું રાજ્ય બની ગયું છે.

એકલું મુંબઈ શહેર જ કોરોનાનું સૌથી મોટું હોટસ્પોટ બની ગયું છે, ત્યાં આશરે 700 કોરોના સંક્રમિત દર્દીઓ છે અને આશરે 40 લોકોના મોત થઈ ચુક્યા છે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, તબલીગી જમાતના આયોજનને પગલે આખા દેશમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. મુંબઈના ઝૂંપડાઓમાં જમાતના કનેક્શનને પગલે કોરોના વાયરસનો પ્રસાર થયો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુંબઈની હોસ્પિટલોમાં 90 ટકા દર્દીઓનું તબલીગી જમાત સાથે કનેક્શન સામે આવ્યું છે.

આ પહેલા હરિયાણાના ગૃહ મંત્રી અનિલ વિજે બુધવારે કહ્યું હતું કે, દિલ્હીના નિઝામુદ્દીનમાં તબલીગી જમાતના કાર્યક્રમમાં સામેલ થનારા લોકો હજુ સુધી ખુલીને સામે નથી આવ્યા, તેમની વિરુદ્ધ આપરાધિક મામલો દાખલ કરવામાં આવશે. સરકાર તરફથી તેમને સામે આવવા માટે આપવામાં આવેલો સમયે હવે સમાપ્ત થઈ ગયો છે. તેમણે કહ્યું કે, સામાજિક અંતર બનાવી રાખવાના નિર્દેશોની વચ્ચે જે લોકોએ દિલ્હીના નિઝામુદ્દીનમાં તબલીગી જમાતના કાર્યક્રમમાં ભાગ લીધો હતો, તેમની વિરુદ્ધ હત્યાનો મામલો નોંધવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp