ફરી એક વખત પેરિયારની મૂર્તિ તોડવામાં આવી, તપાસનો આંદેશ

PC: indiatimes.com

થોડા દિવસ સુધી મૂર્તિઓને તોડવાની ઘટના અટકી ગયા બાદ ફરીથી આ સીલસીલો શરૂ થયો છે. તામિલનાડુના પુડુકોટ્ટઈમાં ફરીથી એક વખત પેરિયારની મૂર્તિ તોડવાની ઘટના સામે આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે કેટલાંક અજાણ્યા લોકો દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો, પરંતુ પોલીસને  આ અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી દીધી છે.

આ પહેલા પણ તામિલનાડુના વેલ્લોર જિલ્લાના તિરુપત્તુરમાં પેરિયાર તરીકે ઓળખીતા મહાન તર્કવાદી નેતા ઈ વી રામાસામીની મૂર્તિને તોડી પાડવાની ઘટના ઘટી હતી. જેના પછી કાર્યવાહી કરતા ભારતીય જનતા પાર્ટીના તામિલનાડુ ઈકાઈએ પાર્ટીના એક પદાધિકારીને બરતરફ કરી દીધા હતા.

એટલું જ નહીં, પેરિયારની મૂર્તિ સિવાય ત્રિપુરામાં લેનિનની મૂર્તિઓને પણ તોડવામાં આવી હતી. તેની સાથે કોલકાત્તામાં ગાંધીની મૂર્તિ અને ઉત્તર પ્રદેશમાં આંબેડકરની મૂર્તિને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ અંગે પીએમ મોદીએ પોતાની સખત નારાજગી પણ વ્યક્ત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp