ફેસબૂકનો નવો ફંડો: આધેડ પુરુષો સાથે દોસ્તી વધારી શકે છે ટીનેજર છોકરીઓ

PC: telegraph.co.uk

ફેસબુક ટીનેજ છોકરીઓની આધેડ પુરૂષો સાથે દોસ્તી વધારવા માટે એક નવો ફંડો લઇને આવ્યા છે. તે માટે ફેસબુક છોકરીઓને ફ્રેન્ડ સજેશન આપી રહ્યું છે. એક મીડીયા રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. ટેલિગ્રાફના એક રિપોર્ટમાં જણાવવામાં આવેલ છે કે 13 વર્ષથી મોટી ઉંમરની કિશોરીઓ જે ફેસબુક જોઇન કરે છે. તેમના માટે 300 થી વધુ સજેશન્સ આપવામાં આવી રહ્યા છે. જેને તે દોસ્ત બનાવી શકે છે .આ સજેશન્સમાં વધુમાં વધુ આધેડ ઉમરના પુરૂષ છે. જોકે તેમાં વધુ પૂરૂષ એવા છે જેના પ્રોફાઇલ પિક્ચરમાં ફોટો નથી બતાવવામાં આવ્યો. આ બાબતે ફેસબુકનું કહેવું છે કે જે ટીનએજ છોકરીઓ નવું નવું ફેસબુક ઓપન કરે છે. તેમના માટે સુરક્ષિત સોશિઅલ નેટવર્કિંગના તમામ માપદંડ અપનાવવામાં આવી રહ્યા છે.

ટીનેજ છોકરીઓ માટે ફેસબુકના આ પ્રયાસની ખાસ્સી ટીકા કરવામાં આવી રહી છે. બ્રિટન સ્થિત નેશનલ સોસાયટી ફોર પ્રિવેંશન ઓફ ક્રૂએલીટી ટૂ ચિલ્ડ્રન (NSPCC)નામની સંસ્થાએ સજેશન્સ બંધ કરવાનો આગ્રહ કર્યો છે. એનએસપીસીસીના એસોસીએટ હેડના જણાવ્યા અનુસાર પૂરૂષો સોશીઅલ નેટવર્કિંગ સાઇટ પર બાળકોના ફ્રેન્ડશીપ ગ્રૂપમાં એડ થવા માંગે છે. લાઇવ સ્ટ્રીમીંગ કે ઇનક્રિડેટ સાઇટ્સના નામ પર દોસ્તી વધારવામાં આવી રહી છે. જ્યાં તેમને યૌન ઉત્પીડન કરવું ખાસ્સુ સહેલુ થઇ જાય છે.

એનએસપીસીના જણાવ્યા અનુસાર ગ્રૂમર્સ સોશીઅલ સાઇટ પર બાળકો સાથે દોસ્તી કરે છે .તેમના સંપર્ક કરવાનો રસ્તો શોધે છે. દોસ્તોના દોસ્તો સાથે મિત્રતા વધારે છે. તેમને ફોલોવર્સ રિક્વેસ્ટ મોકલે છે. જ્યારે કે તેની લોયલ્ટીની કોઇ જાણકારી હોતી નથી. તે માટે તેવા સજેશન્સ બંધ કરવામાં આવવા જોઇએ. સોશિઅલ સાઇટ્સ બાળકો માટે સુરક્ષિત વિકલ્પ આપવામાં નિષ્ફળ નીવડી છે. તે માટે ગૃહ સચિવ દ્વારા કડક કાયદા બનાવવા જોઇએ જેથી બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી શકે અને તેમને કોઇ પણ કરારથી પર રાખવામાં આવી શકે. ઓક્ટોબરમાં ફેસબુકે પોતાના એક ઓટોમેટિક સોફ્ટવેરના માધ્યમથી બાળકોની અશ્લિલતા સાથે જોડાયેલ 87 લાખ યુઝર ઇમેજ હટાવી દીધા હતા.

કંપનીનું માનવું છે કે બાળકોની સુરક્ષા સાથે જોડાયેલ તમામ માપદંડ કંપની અપનાવે છે. તેમ છતા સામાજિક સંસ્થાઓ ફેસબુક પર દબાણ બનાવતી રહી છે કે બાળકોની સુરક્ષા માટે સોશીઅલ સાઇટ્સ પર ગ્રૂમર્સની પહોંચ હટાવી લેવામાં આવે ફેસબુક પ્રવક્તા વતી ડેઇલી મીલે લખ્યું છે કે ગ્રૂમીગ એક ગંભીર સમસ્યા છે. અને અમારી એક ટીમ બાળકોની સુરક્ષા પર સદંતર કામ કરી રહી છે. તે માટે રિસર્ચર અને વિશેષજ્ઞોની પણ મદદ લેવામાં આવી રહી છે.

પ્રવક્તાના જણાવ્યા અનુસાર અમારી પાસે આર્ટિફીસીઅલ ઇંટેલિજંસ સિસ્ટમ છે. જે બાળકો સાથે ખોટા સંબંધ બનવનાર પર નજર રાખે છે. અને તેના દ્વારા થયેલ ઉત્પીડનને કાયદા અંતર્ગત લાવે છે. અમે બાળકોનુ સર્ચિંગ ઘણી હદ સુધી સીમીત રાખીએ છીએ અને તેમને જણાવીએ છીએ કે ફ્રેન્ડ રિક્વેસ્ટ તેને જ મોકલો કે એક્સેપ્ટ કરો જેની જોડે તમે પરિચીત છો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp