આખલાને કારણે તેજસ એક્સપ્રેસને થયું 60 હજારનું નુકસાન, મુસાફરોને મળ્યું રિફંડ

PC: dnaindia.com

ખાનગી કંપની દ્વારા ચાલતી દેશની પહેલી ટ્રેન તેજસ એક્સપ્રેસને એક આખલાને કારણે 60 હજાર 400 રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે. ફિરોજાબાદની પાસે એક આખલો પટના જઈ રહેલી સંપર્કક્રાંતિ એક્સપ્રેસની જોડે અથડાઈ ગયો હતો. જેને કારણે સંપર્કક્રાંતિનું એન્જિન ફેઈલ થઈ ગયું હતું. તેની પાછળ આવી રહેવી તેજસ એક્સપ્રેસે તેને કારણે 1 કલાક સુધી રાહ જોવી પડી હતી. એવામાં ટ્રેન લખનઉ 1 કલાક અને 15 મિનિટ મોડી પહોંચી હતી. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા 604 મુસાફરોને IRCTC નિયમ અનુસાર, 100 રૂપિયાનું રિફંડ આપવામાં આવશે.

તેજસ એક્સપ્રેસ દેશની એવી પહેલી ટ્રેન છે, જેમાં તેના મોડા પડવા પર તેણે મુસાફરોને વળતર ચૂકવવાનું રહે છે. 1 કલાકથી વધારે મોડા પડવાને કારણે તેણે મુસાફરોને 100 રૂપિયાનું વળતર આપવું પડે છે. અને જો ટ્રેન 2 કલાકથી વધારે મોડી પહોંચે તો IRCTC નિયમ અનુસાર, તેણે મુસાફરોને વળતરના રૂપમાં 250 રૂપિયા ચુકવવાના રહે છે.

બંને બાજુથી લગભગ 950 મુસાફરોને IRCTCએ 1.62 લાખ રૂપિયાનું રિફંડ કરવું પડ્યું હતું. આખલાની સંપર્કક્રાંતિ એક્સપ્રેસ ટ્રેન સાથેની ટક્કરને કારણે તેજસ એક્સપ્રેસ લખનઉ સ્ટેશને 1 કલાક 15 મિનિટ મોડી પહોંચી હતી. જેમાં 604 મુસાફરો હતા, જેમને IRCTC દ્વારા 60,400 રૂપિયા રિફંડ આપવામાં આવ્યા હતાં. આ રિફંડ મુસાફરોના ઓનલાઈન અરજી પછી જ આપવામાં આવે છે.

IRCTC CRM અશ્વિની શ્રીવાસ્તવ અનુસાર, આખલાની એક ટક્કરને કારણે રુટ પર મુશ્કેલી આવી પહોંચી હતી. જેની અસર તેજસ એક્સપ્રેસ પર પહોંચી હતી. નિયમ અનુસાર, તેજસ એક્સપ્રેસ તેના મુસાફરોને રિફંડના રૂપમાં 100 રૂપિયા ચૂકવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp