પત્ની છોડી ગઈ તો મહિલાઓને કરવા લાગ્યો નફરત અને બની ગયો સીરિયલ કિલર

PC: indiatoday.in

આ વર્ષે જાન્યુઆરીમાં જ તેલંગાણા પોલીસે પોતાની સારી જાણકારીના આધારે દાવો કર્યો હતો કે તેમણે એક મોસ્ટ વોન્ટેડ સીરિયલ કીલર, મેના રામુલૂને પકડ્યો છે. રામુલૂને આ પહેલા 21 અલગ અલગ કેસમાં પણ પકડવામાં આવ્યો હતો. તેમાંથી 16 હત્યાના કેસ હતા, 5 પ્રોપર્ટી સાથે જોડાયેલા વિવાદ અને એક કેસ પોલીસ કસ્ટડીમાંથી ફરાર થવાનો હતો. રામુલૂને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ તેલંગાણા હાઇ કોર્ટમાં તેણે એક અપીલ દાખલ કરી હતી, ત્યારબાદ તે જેલની ચાર દીવાલમાંથી બહાર આવી ગયો હતો.

હૈદરાબાદના તત્કાલીન કમિશનર ઓફ પોલીસ અંજની કુમારે એ સમયે પત્રકારોને જણાવ્યું હતું કે 1 જાન્યુઆરી 2021ના રોજ જુબલી હિલ્સના રહેવાસી કવાલા આનંથિયાએ ફરિયાદ દાખલ કરાવી હતી કે તેની પત્ની કવાલા વેન્ટક્ટમ્મા 30 ડિસેમ્બર 2020ની સવારે 8 વાગ્યાથી ગુમ છે. ફરિયાદ દાખલ થાય બાદ ટાસ્ક ફોર્સ, નોર્થ ઝોન ટીમ અને હૈદરાબાદ સિટી પોલીસે ગુમ મહિલાની તપાસ શરૂ કરી. ત્યારબાદ 4 જાન્યુઆરીના રોજ કવાલા વેન્ટક્ટમ્માની ડેડ બોડી અંકુશપુરા ગામની પાસે મળી હતી.

હૈદરાબાદ પોલીસ કમિશનર અંજની કુમારે જણાવ્યું કે વ્યવસાયે સ્ટોન કટર, મેના રામુલૂ સિરિયલ કિલર તાડી કામ કરનારી મહિલાઓને નિશાનો બનાવતો હતો. મહિલાઓની હત્યા કર્યા બાદ તેમનો કિમતી સમાન ચોરી લેતો હતો. પોલીસે એ સમયે જણાવ્યું હતું કે રામુલૂનો જન્મ સાંગારેડ્ડી જિલ્લાના આરૂટલા ગામમાં થયો હતો, જ્યારે તે 21 વર્ષનો હતો ત્યારે તેના પરિવારજનોએ લગ્ન કરવી દીધા હતા, પરંતુ થોડા સમયમાં તેની પત્ની અન્ય યુવક સાથે ક્યાંક જતી રહી. ત્યારબાદ તે મહિલાઓને નફરત કરવા લાગ્યો અને પછી તે સીરિયલ કિલિંગમાં સામેલ થઈ ગયો.

વર્ષ 2003થી લઈને એ સમય સુધી તેણે 16 મહિલાઓની હત્યાઓ કરવાની વાત સ્વીકારી હતી. પોલીસે એ સમયે એમ પણ કહ્યું હતું કે ચેરાપલ્લી સેન્ટ્રલ જેલમાં રહેવા દરમિયાન તેને મેન્ટલ હૉસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ રામુલૂ અને અન્ય કેદી 30 જાન્યુઆરી 2011ના રોજ હૉસ્પિટલમાંથી ફરાર થઈ ગયા હતા. આ બાબતે પણ કેદીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. હૉસ્પિટલથી ફરાર થયા બાદ પણ રામુલ્લૂએ 5 હત્યાઓ કરી હતી. એક રિપોર્ટ મુજબ તે અત્યાર સુધી 18 મહિલાઓની હત્યા કરી ચૂક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp