ઇતિહાસકાર પ્રો. ઈરફાન હબીબે માન્યુ-ઔરંગઝેબે તોડાવેલા કાશી-મથુરાના મંદિર, પણ...

PC: telegraphindia.com

આખા દેશમાં કાશી-મથુરા સહિત અલગ અલગ પ્રાચીન મંદિરોનું ગૌરવ પાછું લેવાની માગણી જોર-શોરથી ચાલી રહી છે. આ મુદ્દા પર દેશની કેટલીક કોર્ટમાં અરજીઓ દાખલ થઈ ચૂકી છે. તો મુસ્લિમ ઉલેમા અને ઇતિહાસકાર પણ ધીરે ધીરે કરીને આ વિષય પર પોતાનું મૌન તોડી રહ્યા છે. હવે આ મુદ્દા પર જાણીતા મુસ્લિમ ઇતિહાસકાર પ્રોફેસર ઈરફાન હબીબે એક મોટું નિવેદન આપ્યું છે. ઈરફાન હબીબે માન્યું કે, મથુરા-બનારસના મંદિરો ઔરંગઝેબે તોડાવ્યા હતા. મથુરાના મંદિરને જહાંગીરના શાસનકાળમાં રાજાવીર સિંહ બુંદેલાએ બનાવ્યા હતા.

તેમણે કહ્યું કે, તેની સાથે જ આ બંને મોટા મંદિરોને ઔરંગઝેબે તોડાવ્યા હતા, તેમાં કોઈને કોઈ શંકા નથી. એ છતા હવે તેમને છેડવા ન જોઈએ. ઈરફાન હબીબે કહ્યું કે, જે વસ્તુ સન 1670મા બની હોય, શું હવે તેને તોડી શકાય છે. જો એમ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે તો આ સ્મારક એકટ વિરુદ્ધ હશે. પ્રોફેસર ઈરફાન હબીબનું કહેવું છે કે ઔરંગઝેબ પોતાના રાજ્યમાં મંદિરોને પસંદ કરતો નહોતો. તેના આદેશ પર જ કાશી, મથુરાના મંદિર તોડવામાં આવ્યા. તેમાં બનારસનું મંદિર કેટલું જૂનું છે તેની બાબતે કહી શકાય નહીં, પરંતુ મથુરાનું શ્રી કૃષ્ણ મંદિર જહાંગીરના સમયમાં બનાવવામાં આવ્યું હતું.

ઈરફાન હબીબના જણાવ્યા મુજબ, મંદિર તોડ્યા બાદ ઔરંગઝેબે કહ્યું હતું કે, હું મંદિર નહીં બનવા દઉં. જોકે મુઘલ કાળમાં ઘણા મંદિર બન્યા છે, પરંતુ કાશી, મથુરામાં તેમને ધ્વસ્ત કરી દેવમાં આવ્યા હતા. અયોધ્યામાં મંદિર બનવા મુદ્દે તેમણે કહ્યું કે, વર્ષ 1992મા અયોધ્યામાં મસ્જિદ તોડી દેવામાં આવી હતી. આ ઘટનાને ભલે ગમે તેટલું ખરું ખોટું કહો, પરંતુ તેનાથી બનવાનો માર્ગ સ્પષ્ટ થઈ ગયો. જ્ઞાનવાપીમાં શિવલિંગની વાત પર પ્રોફેસર ઈરફાન હબીબે કહ્યું કે, જે અરજી દાખલ કરવામાં આવી હતી, તેમાં શિવલિંગનો ઉલ્લેખ નહોતો, પરંતુ હવે તેને મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે.

શિવલિંગ બનાવવાનો એક ફાયદો થાય છે. દરેક વસ્તુને શિવલિંગ નહીં કહી શકાય. પહેલા જ્યારે મંદિર તોડવામાં આવ્યા તો તેમના પથ્થર મસ્જિદોમાં ઉપયોગ કરવામાં આવ્યા. ઘણી મસ્જિદોમાં હિન્દુ પ્રતિકોના પથ્થર પ્રયોગ કરવામાં આવ્યા હતા. પ્રોફેસર ઈરફાન હબીબે જણાવ્યું કે, ઘણા મંદિરોમાં પણ બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા પથ્થર મળી જશે. રાણા કુંભાનો ચિતોડમાં મોટો મિનાર છે. તેના એક પથ્થર પર અરબીમાં ‘અલ્લાહ’ લખ્યું છે. તો તેને મસ્જિદ નહીં કહી શકાય. એ મૂર્ખાઈ ભરેલી વાતો છે. શું મુસ્લિમ કહેશે કે, આ મસ્જિદ છે અને અમને આપી દેવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp