થાઈલેન્ડના રાજાએ ગર્લફ્રેન્ડને આપી આ રોયલ બર્થ ડે ગિફ્ટ, બનાવી દેશની બીજી રાણી

PC: bbc.com

થાઈલેન્ડના રાજાએ પોતાની ગર્લફ્રેન્ડને તેના જન્મ દિવસે તેને ક્રાઉન પહેરાવીને દેશની બીજી રાણી બનાવી દીધી છે. 68 વર્ષના મહા વજીરાલોંગકોર્નની 32 વર્ષની ગર્લફ્રેન્ડ સિનિનટ વોંગવાજીરાપકડી આ પહેલા પણ ઘણા વિવાદોનું કેન્દ્ર બની ચૂકી છે. તેણે વર્ષ 2019માં થાઈ કિંગની પહેલી રાણીના રાજ્યાભિષેકને અટકાવવાની કોશિશ કરી હતી, જેના લીધે તેની ધરપકડ કરવામાં આવી હતી.

સિનિનતે થાઈલેન્ડમાં પાયલોટ તરીકેની ટ્રેનિંગ લીધી છે. તે સિવાય તેણે થાઈ કિંગના રોયલ બોડી ગાર્ડ યુનિટમાં પણ કામ કર્યું છે. વર્ષ 2019માં તેનું પ્રમોશન થયું હતું અને તેને જનરલ મેનેજર બનાવવામાં આવી હતી. તેણે પોતાના શાનદાર કરિયરની સાથે કેટલાંક વિવાદોનો પણ સામનો કરવો પડ્યો છે. ગયા મહિને જ તેના કેટલાંક ન્યૂડ ફોટાઓ ઈન્ટરનેટ પર લીક થઈને વાયરલ થઈ ગયા હતા. માનવામાં આવી રહ્યું છે કે થાઈલેન્ડના રાજા સાથેના અંગત સંબંધોને લીધે તેના આ ફોટાને લીક કરવામાં આવ્યા હતા.

21 ઓક્ટોબર 2019ના રોજ રાણી સુથિદાના રાજ્યાભિષેકમાં અડચણ ઊભી કરવા બદલ તેના બધા મિલિટ્રી, સરકારી પોઝીશન અને ટાઈટલ્સ છીનવી લેવામાં આવ્યા હતા. ગયા વર્ષે ઓગષ્ટ સુધી તેને લઈને ઘણી પ્રકારની અફવાઓ પણ ફેલાવવામાં આવી રહી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે તેને જેલની સજા મળી છે અથવા તો તેની મોત થઈ ચૂકી છે. જોકે સપ્ટેમ્બર 2020માં તેના બધા ટાઈટલ્સ અને રેન્ક તેને પાછા આપી દેવામાં આવ્યા હતા.

આ નિર્ણય પછી થાઈ કિંગની મુશ્કેલીઓ વધારે વધી ગઈ છે અને જેના પરિણામે તેઓ છેલ્લા કેટલાંક મહિનાઓથી લોકો દ્વારા તેમના વિરુદ્ધ પ્રોટેસ્ટનો સામનો કરી રહ્યા છે. થાઈ કિંગના વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકોની માગણી છે કે થાઈલેન્ડના રાજતંત્રમાં ઘણા બદલાવો લાવવાની જરૂરિયાત છે. કોરોના વાયરસ મહામારી હોવા છત્તાં થાઈલેન્ડના રસ્તાઓ પર હજારો લોકો થાઈ કિંગ વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે.

એટલે કે થાઈ કિંગ આ પહેલા ત્રણ લગ્ન કરી ચૂક્યા છે અને તેમના સાત બાળકો છે. વેક્સીન આપવામાં લાગી રહેલા સમયને લીધે તેમણે લોકોની આલોચનાનો પણ સામનો કરવો પડી રહ્યો છે. થાઈલેન્ડ સરકારે હાલમાં જ જાહેરાત કરી હતી કે તેઓ દેશમાં એસ્ટ્રાજેનેકા વેક્સીનના 50 હજાર ડોઝ ઉપલબ્ધ કરાવશે અને આ અંગે એ લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે જેને વાયરસને લઈને વધારે ખતરો છે.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp