અમેરિકાના 103 વર્ષના દાદીએ કોરોનાને હરાવ્યો, બીયર પીને કર્યું સેલિબ્રેશન

PC: gannett-cdn.com

ચીનથી ફેલાયેલા કોરોના વાયરસે વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધીમાં લાખો લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે અને વિશ્વમાં મોટી સંખ્યામાં લોકોમાં મોત પણ નીપજ્યા છે. વિશ્વના અલગ-અલગ દેશના વૈજ્ઞાનિકો કોરોનાની વેક્સીન બનાવવા માટે દિવસ-રાત એક કરીને પ્રયાસો કરી રહ્યા છે પરંતુ હજુ સુધી વેક્સીન શોધવામાં સફળતા મળી નથી. કોરોના વાયરસના કારણે હાલ સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ અમેરિકાની છે. અમેરિકામાં કોરોનાના કારણે એક લાખ લોકોના મોત નીપજ્યા છે અને 17 લાખ કરતા વધારે લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. અમેરિકાનું ન્યૂયોર્ક કોરોનાથી સૌથી વધારે પ્રભાવીત થયું છે. ત્યારે અમેરિકામાં 103 વર્ષના દાદીએ હોસ્પિટલમાં સારવાર લઇને કોરોનાને હરાવ્યો છે અને તેઓએ આ ખૂશી બીયર પીને સેલીબ્રેટ કરી છે.

રિપોર્ટ અનુસાર 103 વર્ષની ઉમરે જેમને કોરોનાને હરાવ્યો છે, તે દાદીનું નામ જેનીની છે. 103 વર્ષના દાદી જેનીનીને તાવ આવતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ડૉક્ટરો દ્વારા જેનીનીનો કોરોનાનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. ત્યારે ડૉક્ટરોને જાણવા મળ્યું હતું કે, જેનીની કોરોના પોઝિટિવ છે. જેનીનીને તેમની પૌત્રી શેલી ગને હોસ્પિટલમાં હિંમત આપી હતી. પૌત્રીનો ઇચ્છાશક્તિના કારણે 103 વર્ષના દાદીએ કોરોનાને હરાવ્યો હતો. સારવાર બાદ જેનીનીએ કોરોનાને હરાવતા હોસ્પિટલના સ્ટાફ દ્વારા બીયર પીવડાવીને સેલિબ્રેશન કરવામાં આવ્યું હતુ. 103 વર્ષના જેનીનીએ કોરોનાને હરાવ્યા પછી સેલિબ્રેશનનો વીડિયો અને ફોટાઓ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ઇટાલીના રીમિની શેરમાં 101 વર્ષના વર્ષના દાદાએ પણ કોરોનાની સામે જંગ જીતી છે. કોરોનાને 101 વર્ષની ઉમરે હરાવનાર વ્યક્તિનું નામ મિસ્ટર પી છે. મિસ્ટર પીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને રીમિનીની ઓસ્પેદેલ ઇનફર્મિ ડી રીમિની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓએ થોડા દિવસોની સારવાર બાદ કોરોનાને હરાવ્યો હતો. મિસ્ટર પીનો જન્મ 1919માં થયો હતો. રીમિનીના વાઈસ મેયર ગ્લોરિયા લોસીએ આ બબાતે જણાવ્યું હતું કે, 100થી વધુ વર્ષના વ્યક્તિને કોરોનાથી સ્વસ્થ થતા જોઈએ આપાણા બધાના ભવિષ્યની આશા બંધાણી છે. દાદા એક પાઠ ભણાવી ગયા કે, 101 વર્ષની ઉમરે પણ જીવન સમાપ્ત થતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp