આ અભિનેત્રીએ રામાયણને લઈ કર્યું વિવાદિત ટ્વીટ, લોકોએ કહ્યું જેલમાં નાંખો

PC: news18.com

કોરોના વાયરસના વધતા જતા કેસને ધ્યાનમાં લઇને કેન્દ્ર સરકાર દ્વારા 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનમાં લોકો દ્વારા રામાયણ અને મહાભારતના પુન: પ્રસારણની માગ કરવામાં આવી હતી. લોકોની માગને ધ્યાનમાં લઈને કેન્દ્રીયમંત્રી પ્રકાશ જાવડેકરે રામાયણના ટેલિકાસ્ટ અંગે ટ્વીટ કરીને માહિતી આપી હતી. ટ્વીટ બાદ દુરદર્શન પર રામાયણ અને મહાભારતનું ટેલિકાસ્ટ શરૂ કરવામાં આવ્યું છે. ઘણા લોકોએ રામાયણ અને મહાભારત જોતાં હોય તેવા ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે.

કેન્દ્ર સરકાર દ્વારા દુરદર્શન પર રામાયણ અને મહાભારતનું પુન:પ્રસાસણ શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે અભિનેત્રી કવિતા કૌશિકે રામાણના ટેલિકાસ્ટ અંગે વિવાદીત ટ્વીટ કરતાં લોકોએ તેની ધરપકડ કરવાની માગ કરી છે.

કવિતા કૌશિકે રામાયણના પ્રસારણ પર ટ્વીટ કરી હતી કે, પોતે સંસદમાં પોર્ન મૂવીઝ જુએ છે અને અમને રામાયણ જોવા માટે કહી રહ્યા છો. કવિતા કૌશિકના આ ટ્વીટને લઈ તેને ટ્રોલ કરવામાં આવી છે અને ઘણા ટ્રોલર્સ દ્વારા રામાયણની અશ્લીલ ફિલ્મ સાથે તુલના કરવા બદલ કવિતા કૌશિકની પોલીસ ધરપકડ કરે તેવી માગણી કરી હતી.

હાલ દુરદર્શન પર પુન: પ્રસારિત થતી રામાયણની વાત કરવામાં આવે તો રામાનંદ સાગરની આ સિરિયલ જાન્યુઆરી 1987થી જુલાઈ 1988ની વચ્ચે પ્રસારિત થઈ હતી. રામાયણ તે સમયની સુપરહિટ સીરિયલ હતી. હાલ 33 વર્ષ પછી તે ફરીથી પ્રસારિત થઈ રહી છે. મહત્ત્વની વાત કહી શકાય કે ઘણા પ્રોડક્શન ગૃહો દ્વારા રામાયણ અને મહાભારત સિરિયલ બનાવવામાં આવી છે, પરંતુ તેઓ રામાનંદ સાગરની રામાયણ જેવી ખ્યાતિ મેળવી શક્યા નથી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp