કમર સુધીના પાણીમાં ડૂબ્યો ખેડૂતોનો કપાસ, જુઓ વીડિયો

ગુજરાતમાં ચોમાસા પછી પણ ખેડૂતોએ નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદમાં ખેડૂતોના ખેતરમાં રહેલો પાક પલળી જવાના કારણે ખેડૂતોને નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે. બીજી તરફ વીમા કંપનીઓ પણ ખેડૂતોને પાક વીમો આપવામાં ગલ્લા તલ્લા કરે છે, ત્યારે ગુજરાતના એક ગામના ખેતરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, ખેડૂતે પોતાના ખેતરમાં કપાસનું વાવેતર કર્યું છે અને તે કપાસ કમરસુધીના પાણીમાં ડૂબી ગયો છે.

કપાસ સાવ નિષ્ફળ ન જાય તે માટે ખેડૂત અને તેની સાથે કેટલાક લોકો કમરસુધીના પાણીમાં ખેતરમાં ઉતરીને કપાસ વીણી રહ્યા છે. ખેડૂતોને વધારે નુકસાની ન થયા તે માટે પાણીથી સુરક્ષિત પાકને ખેડૂતો વીણી લેવા માટે મજબૂર બન્યા છે. ખેડૂતે કપાસનો પાક વીણવા માટે એક પ્લાસ્ટિકના ટબની હોડી બનાવી છે અને તેમાં કપાસને એકઠો કરીને સુરક્ષિત જગ્યા પર મૂકી રહ્યા છે. આ ખેડૂતના ખેતરમાં એટલું પાણી છે કે, તે નવી સીઝનનો પાક પણ ન લઇ શકે. આ વીડિયોમાં કપાસ વીણી રહેલા લોકોની વાતચીત પરથી એવું લાગી રહ્યું છે કે, આ વીડિયો સૌરાષ્ટ્રના કોઈ ગામનો છે.

ઉલ્લેખનીય છે કે, ખેડૂતોને આટઆટલી તકલીફ થતી ઓવા છતાં પણ વીમા કંપનીઓ ખેડૂતોને તેમના પાક વીમાનું વળતર ચુકવવામાં મોડું કરે છે. સરકાર પણ વારંવાર ખેડૂતોને મુદ્દે કહી રહી છે કે, વીમા કંપનીઓને વહેલામાં વહેલીતકે સૂચના આપવામાં આવી છે સર્વે કરીને વળતર ચુકવવું. પણ હવે એવું લાગી રહ્યું છે કે, વીમા કંપનીઓ સરકારની વાતને પણ ગણકારી નથી રહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp