કન્યા પક્ષે લગ્નમાં વરપક્ષવાળા પાસેથી આધાર કાર્ડ માગ્યા, ઘણા લોકો ખાધા વિના જ...

PC: uptak.in

UPના અમરોહા જિલ્લામાં એક ખૂબ જ વિચિત્ર ઘટના જોવા મળી. જ્યાં જાનૈયાઓની સંખ્યા વધારે જોઈને યુવતી પક્ષવાળનો પરસેવો છૂટી ગયો. લગ્નમાં આવેલા જાનૈયાઓ એટલા બધા હતા કે, છોકરીવાળાઓએ જાનૈયાઓ પાસેથી દરવાજ પાસેથી જ આધાર કાર્ડ બતાવવાની માંગણી રાખી. જે જાનૈયા આધારકાર્ડ બતાવતા ગયા તેને મંડપમાં એન્ટ્રી મળતી ગઈ, આ સિવાય જેમની પાસે આધાર કાર્ડ નહોતું તેમને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. તેનાથી નારાજ કેટલાક જાનૈયાઓએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો.

આ કિસ્સો છે હસનપુર નગરનો. જ્યાં આદમપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ઢવારસી ગામમાંથી કન્યાને લેવા માટે જાન પહોંચી હતી. પરંતુ કન્યા પક્ષે મોટી સંખ્યામાં લગ્નમાં આવેલા જાનૈયાઓને જોતા જ તેના હોશ ઉડી ગયા હતા. કન્યા પક્ષના જણાવ્યા મુજબ, જેટલા જાનૈયાઓ આવવાનું કહેવામાં આવ્યું હતું તેના કરતાં વધુ સંખ્યામાં લોકો લગ્નમાં જાનૈયાઓ બનીને આવ્યા હતા.

હવે ઘરમાં ખાણી-પીણી માટે એટલી જ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેટલી જાનૈયાઓની સંખ્યા વરરાજાના પક્ષ તરફથી તેમને કહેવામાં આવી હતી. પરંતુ આટલી મોટી સંખ્યામાં લગ્નના જાનૈયાઓને જોઈને કન્યા પક્ષના જવાબદાર લોકોના ચહેરા પર ચિંતાઓની રેખા દેખાવા લાગી. ત્યારબાદ તેમણે એવી માંગણી કરી કે આધાર કાર્ડ બતાવનાર જાનૈયા જ અંદર આવી શકશે. ત્યારબાદ જેણે પણ આધાર કાર્ડ બતાવ્યું તેને જ અંદર પ્રવેશ મળ્યો.

પાછળથી ખબર પડી કે, તે દિવસે ગામમાં બે લગ્ન હતા. જ્યારે એક લગ્નમાં ખાવાનું શરૂ થતાં બીજા લગ્નમાં હાજરી આપવા આવેલા જાનૈયાઓ પણ જમવા માટે ત્યાં પહોંચવા લાગ્યા. જેના કારણે કન્યાપક્ષે ઘણી મુશ્કેલી પડી હતી. યુવતી પક્ષે તરત જ ખાવાનું બંધ કરાવી દીધું અને નક્કી કર્યું કે જે કોઈ આધાર કાર્ડ બતાવશે તેને ઘરમાં પ્રવેશ મળશે. ત્યારબાદ તેને દરવાજાની બહારથી જ આધાર કાર્ડ બતાવવાનું કહેવામાં આવ્યું.

 
 
 
View this post on Instagram

A post shared by India Today (@indiatoday)

જ્યારે, લગ્નમાં હાજરી આપવા આવેલા વાસ્તવિક જાનૈયાઓ પણ આધાર કાર્ડ બતાવવાની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. કારણ કે ઘણા જાનૈયાઓ એવા હતા કે જેમની પાસે તે સમયે આધાર કાર્ડ નહોતું. કેટલાક જાનૈયાઓ એટલા ગુસ્સામાં આવી ગયા કે, તેઓએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો.

આ સાથે જાનૈયાઓ અને યુવતી પક્ષ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. પરંતુ કેટલાક લોકોએ બંને પક્ષોને સમજાવ્યા બાદ, જેમ તેમ કરીને મામલો શાંત કરાવ્યો અને લગ્ન પુરા કરાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp