આ છે દેશની સૌથી મોટી નર્સરી, 10 હજાર એકરમાં 10 લાખ છોડવા. રોજ લાખોનો બિઝનેસ

PC: dainikbhaskar.com

દેશમાં ધીમે-ધીમે ઓર્ગેનિક ખેતીનો ટ્રેન્ડ વધી રહ્યો છે. લોકો પોતાના જ ઘરમાં નાના-મોટા છોડવા ઉગાડીને ઘરની હવાને શુદ્ધ કરવા માટે પ્લાન્ટેશન કરી રહ્યા છે. પણ દેશમાં એક એવી પણ નર્સરી છે જ્યાં દસ હજાર એકર 10 લાખ છોડવાનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. માત્ર ઉછેર જ નહીં આવા છોડનું વેચાણ પણ કરવામાં આવી રહ્યું છે. આંધ્ર પ્રદેશના રાજમુંદરીથી 15 કિ.મી દૂર કડિયમ નામનો એક વિસ્તાર છે.

જ્યાં લાંબા રસ્તા સાથે વહેતી નહેરની બંને તરફ છોડની હજારો નર્સરીઓ તૈયાર કરવામાં આવી છે. 25 કિમીના દાયરામાં અંદાજે 6 હજાર ફાર્મ હાઉસમાં છોડ ઉછરી રહ્યા છે. 50 ગ્રામ્ય વિસ્તારની 10 એકર જમીન પર પથરાયેલી આ નર્સરી લોકડાઉનને કારણે બંધ હતી. પણ છૂટછાટ મળતા તે ફરી ધમધમવા લાગી છે. ટ્રક ભરીને અહીંથી છોડ બીજા રાજ્યમાં મોકલવામાં આવે છે. જેમાં રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર જેવા રાજ્યનો સમાવેશ થાય છે. આ નર્સરીનું નામ શ્રીસત્યનારાયણ છે. જેના સંચાલક તાતાજીએ જણાવ્યું હતું કે, આ માર્કેટની શરૂઆત વર્ષ 1959માં થઈ હતી. એ સમયે અહીં ત્રણથી ચાર જ નર્સરી હતી.

ધીમે ધીમે ગ્રામ્ય વિસ્તારના લોકો આ વ્યાપારમાં જોડાયા અને નર્સરી વિકસતી ગઈ. આજે આ વિશ્વનું સૌથી મોટું છોડ ઉછેર માર્કેટ તરીકે જાણીતું થયું છે. આ નર્સરીની એક ઓફિશિયલ વેબસાઈટ પણ છે. આ નર્સરીને કારણે કડિયમ ગામ પણ જાણીતું બન્યું છે. માત્ર સુશોભન જ નહીં પણ જીવન ઉપયોગી છોડનો પણ અહીં ઉછેર થાય છે. નાના મોટા 11 ગ્રામ્ય વિસ્તારને આવરી લેતી આ નર્સરીથી નજીક ગોદાવરી નદીના પટનો સુંદર નજારો જોવા માટે અનેક પ્રવાસીઓ ઉમટી પડે છે. સાઉથ તથા હિન્દી ફિલ્મોમાં પણ આ નર્સરીના કેટલાક દ્રશ્યો ફિલ્માવવામાં આવ્યા છે. આ એક વ્યાપાર છે. આ નર્સરી આશરે 20 હજાર જેટલા ખેત મજૂરને રોજીરોટી આપે છે. જ્યારે છોડ ઉછેરથી થતી વાર્ષિક રેવન્યુ કરોડો રૂપિયામાં છે. જ્યારે દરરોજની આવક લાખો રૂપિયામાં થાય છે.

સ્થાનિક સ્તરે જાણીતી થયેલી આ નર્સરીએ સમય જતા ઓલ ઈન્ડિયા નર્સરીમેન એસો. સાથે હાથ મિલાવ્યા છે. આ નર્સરીથી પ્રેરાઈને વર્ષ 2011માં મીડલ ઈસ્ટમાં બે મોટી નર્સરી શરૂ થઈ. પછી દુબઈ, દોહા, કતાર, કુવૈત અને અબુધાબીમાં નર્સરી આ જ અભિગમ પર તૈયાર કરવામાં આવી. ઘણી વખતે અનેક વિદ્યાર્થીઓ પણ પોતાના એગ્રીકલ્ચર રીસર્ચ માટે આ નર્સરીની મુલાકાત લે છે. ચોમાસાની સીઝનમાં એક વરસાદ બાદ સમગ્ર નર્સરીનો નજારો એક વખત માણવા લાયક હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp