જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીની વેબસાઈટ થઈ હેક

PC: wp.com

જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીની વેબસાઈટને સોમવારે હેક કરવામાં આવી હતી. વેબસાઈટને હેક કર્યા પછી હેકર્સે તેના હોમપેજને સંપૂર્ણ રીતે બ્લોક કરી નાખ્યું હતું. જેના પછી વેબસાઈટ ઓપન કરવા પર હેપ્પી બર્થ ડે પૂજા લખેલો સંદેશો જોવા મળી રહ્યો હતો..

યુનિવર્સટીએ આ અંગે કહ્યું હતું કે આ મામલા અંગે તેમનો આઈટી વિભાગ તપાર કરી રહ્યો છે. મોડી રાત સુધી કોઈ પણ સંસ્થા અથવા વ્યક્તિએ તેની જવાબદારી સ્વીકારી નથી. પરંતુ આ પૂજા કોણ છે તે અંગે ટ્વીટર અને સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર ચર્ચા ચાલી રહી છે.

આ પહેલા પણ ઘણી યુનિવર્સિટીઓ અને મંત્રાલયની વેબસાઈટો હેક થઈ ચૂકી છે. સાથે જ યુનિવર્સિટી તરફથી આ મામલા અંગે કોઈ રિપોર્ટ પણ નોંધાવવામાં આવી નથી.મોટા ભઆગના મામલામાં જોવામાં આવ્યું છે કે જો કોઈ વેબસાીટ હેક કરે તો પોતાનું નામ છોડીને જાય છે પરંતુ પહેલી વખત કોઈએ હેપ્પી બર્થ ડે પૂજા લખ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp