અયોધ્યામાં રામંમદિર પરિસરનો વિસ્તાર 70 એકરથી વધારીને વધુ મોટો કરી દેવાયો

PC: aajtak.in

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ ચાલી રહ્યું છે. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્રારા જાણકારી આપવામાં આવી છે કે હવે રામ મંદિર પરિસર 107 એકર વિસ્તારમાં બનશે. પહેલાં 70 એકર જગ્યા હતી. ટ્ર્સ્ટના કહેવા મુજબ શ્રી રામજન્મભૂમિ પરિસરની આજુબાજુ  7285 સ્કેવર ફુટ જમીન ખરીદવામાં આવી છે એટલે હવે રામ મંદિર પરિસરનું  નિર્માણ 107 એકરમાં કરવામાં આવશે.

 રામજન્મભૂમિ વિવાદ પર સુપ્રીમ કોર્ટના આદેશ પછી 70 એકર જમીન શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને મળી ગઇ હતી, જે કેન્દ્ર સરકાર હસ્તક હતી. હવે ટ્ર્સ્ટે આજુબાજુની જમીન એટલા માટે ખરીદી છે કે મંદિર ભવ્ય અને વિશાળ બનાવી શકાય.

અયોધ્યામાં 5 ઓગસ્ટ 2020માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામ મંદિરનો શિલાન્યસ કર્યો હતો. એ પછી મંદિર નિર્માણનું કામ ચાલી રહ્યું છે. રામ મંદિરનો નકશો પણ મંજૂર થઇ ગયો છે.ડિઝાઇનને અપડેટ કરવામાં આવી રહી છે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કહેવા મુજબ રામ જન્મભૂમિ પરિસરમાં અંદાજે 5 એકર વિસ્તરામાં રામલલાનું મંદિર બનશે. ઉપરાંત અન્ય વિસ્તારમાં અનેક મંદિરો બનાવવામાં આવશે.મુસાફરો માટે સુવિધાઓ ઉભી કરવામાં આવશે. મ્યૂઝિયમ, લાયબ્રેરી વગેરેનું પણ નિર્માણ કરવામાં આવશે.મંદિર માટે પત્થરની કોતરણી કરવાનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે.

અયોધ્યાં બની રહેલા મંદિર માટે ટ્ર્સ્ટે અનેક કંપનીઓ સાથે કરાર કર્યા છે. શ્રી રામ મંદિરની રચના અને નિર્માણ માટે લાર્સન એન્ડ ટોબ્રોને કામ સોંપવામાં આવ્યું છે. આ ઉપરાંત તીર્થયાત્રિઓની સુવિધા માટે ટાટા કન્સલટિંગ એન્જિયનર્સને પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલટન્સી અને ડિઝાઇન અને એન્જીનિયરીંગ માટે કરાર કરવામાં આવ્યો છે.

મંદિરના નિર્માણ માટે દેશભરમાંથી ફંડ ભેગું કરવાનું 44 દિવસનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં રૂપિયા 2100 કરોડનું ફંડ ભેગું થયું છે.

રામજન્મભૂમિ તીર્થ સ્થાનને ભવ્યાતિભવ્ય બનાવવા માટે અનેક લોકો કામે લાગ્યા છે. દેશભરમાંથી ફંડ એકઠું કરવા માટે દેશભરના ખુણે ખુણે ગ્રુપ બનાવવામાં આવ્યા હતા  ને લગભગ 40 લાખ કાર્યકરોએ મંદિર માટે લોકો પાસે જઇને ફંડ એકત્ર કર્યું હતું. લોકોને એટલો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો કે પહેલે જ દિવસે 100 કરોડનું ફંડ ભેગુંય થઇ ગયું હતું.દરેક લોકોએ પોતપોતાની ક્ષમતા મુજબ મંદિર માટે પોતાનો ફાળો આપ્યો હતો.

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp