અમદાવાદ સેન્ટ્રલ જેલમાંથી આરોપીએ પાડેલી સેલ્ફી વાયરલ થઇ, જેલ તંત્ર દોડતું થયું

PC: news18.com

રાજ્યની કેટલીક જેલોમાંથી આરોપીઓ પાસેથી અથવા તો અધિકારીઓની તપાસ દરમિયાન બરેકમાંથી મોબાઈલ પકડવાના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે, ત્યારે અમદાવાદની મધ્યસ્થ જેલમાં આરોપી દ્વારા પાડવામાં આવેલી સેલ્ફી સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ વાત પોલીસના ધ્યાને આવતા જેલનું તંત્ર દોડતું થયું હતું અને આરોપીઓ પાસેથી જેલમાં મોબાઈલ ક્યાંથી આવ્યો તે બાબતે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

રિપોર્ટ અનુસાર અમદાવાદની મધ્યસ્થ જેલમાં એક આરોપીએ તેના બે સાથી કેદી સાથે સેલ્ફી પાડીને સોશિયલ મીડિયા પર અપલોડ કરી હોવાની જેલ તંત્ર દોડતું થઇ ગયું હતું. પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, જેલમાંથી જામીન પર બહાર આવેલા આકાશ નામના આરોપીએ આ ફોટો મૂક્યો હતો. ફોટામાં જે ત્રણ આરોપીઓ દેખાઈ રહ્યા છે. તેમાંથી બે આરોપી જામીન પર બહાર છે અને એક આરોપી હજુ જેલમાં છે.

સેન્ટ્રલ જેલમાં આરોપી દ્વારા સેલ્ફી પાડવાને લઇને જેલ તંત્રની કેટલીક બેદરકારી સામે આવી રહી છે. આ ઘટના પરથી સવાલો એ ઉભા થાય છે કે, આરોપી પાસે જેલામાં મોબાઈલ કેવી રીતે પહોંચ્યો. મહત્ત્વની વાત છે કે, જેલની અંદર આરોપીઓ સાથે સેલ્ફી લેનારા આકાશ સામે અનેક ગુનાનો પોલીસના ચોપડે નોંધાયેલા છે. હાલ તો સમગ્ર મામલે પોલીસ અધિકારીઓ દ્વારા રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપી આકાશે જે સેલ્ફી અપલોડ કરી છે, તે સાત મહિના પહેલા પાડવામાં આવી હતી અને ત્યારબાદ સેલ્ફી એક સંબંધીને મોકલી આપવામાં આવી હતી. ત્યારબાદ જ્યારે આકાશ જામીન પર બહાર આવ્યો ત્યારે તેને સંબંધી પાસેથી સેલ્ફી મેળવીને અપલોડ કરી હતી. 

આ મામલે જેલના અધિકારી ડી.વી. રાણાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, જે ફોટો વાયરલ થયો છે તે નવેમ્બર મહિનાનો ફોટો છે. આરોપીએ જેલમાંથી ફોટો પાડીને તેના સગાને મોકલી આપ્યો હતો અને જ્યારે આકાશ જામીન પર છૂટ્યો ત્યારે તેને આ ફોટો સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. આ સમગ્ર મામલે રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp