વૈજ્ઞાનિકોએ બનાવી એવી ચિપ કે ખિસ્સામાં મૂકતા જ મોબાઇલ થઈ જશે ચાર્જ

PC: techviral.net

હવે કપડાંથી મોબાઈલ ફોન અને ટેબ્લેટ ચાર્જ થઈ શકશે. નોટિંગ્ઘમ ટ્રસેંટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક એવી સોલાર પેનર બનાવી છે જેને કપડાંનાં ખિસ્સામાં લગાવાશે. મોબાઇલ બેટરી સમાપ્ત થાય પછી આ ડિવાઇઝને ખિસ્સામાં મૂકવા પર તે ચાર્જ થઈ જશે. આ ડિવાઇઝને નામ આપવામાં આવ્યું છે ચાર્જિંગ ડોક. સંશોધકોની ટીમ અનુસાર, ફોન ચાર્જ કરવા માટે 2000 પેનલ્સની જરૂર પડશે. આ આખા પેનલનું કદ 3મીમી લાંબું અને 1.5 મીમી પહોળું છે.

કેવી રીતે કામ કરશે ચાર્જિંગ ડોક?

  • સંશોધકોનું કહેવું છે કે સૌર પેનલની આ તકનીક કાર્બન ઉત્સર્જનને ઘટાડશે અને કપડાંનું ખિસ્સું એક પાવર બેન્ક તરીકે કામ કરશે. જ્યાં કોઈ સોકેટની જરૂર પડશે નહીં. સૌર પેનલ દ્વારા ચાર્જ કરતી વખતે વ્યક્તિને કોઈ પ્રકારની અનુભૂતિ પણ નહીં થાય.
  • ખિસ્સામાં લાગેલી ચિપને રેઝિનથી ઢાંકાવામાં આવી છે. જેથી તે કપડું ધોવામાં નાંખવામાં આવે તો તે ચિપ પર પાણીની અસર નહીં થાય. કપડાં સામાન્ય પ્રકારના કાપડની અનુભૂતિ જ કરાવશે. પોકેટમાં લાગેલા 2000 સોલર સેલ કોઈપણ સ્માર્ટ ફોનને ચાર્જ કરવા માટે પૂરતા હશે.
  • સંશોધનકાર ટીમના વડા તિલક ડાયસના જણાવ્યા પ્રમાણે, ઇલેક્ટ્રિક પાવર માટે ઈ-ટેક્સટાઇલની આવશ્યકતા છે. જેની પર ક્યારેય કામ કરવામાં નથી આવ્યું પરંતુ આ તકનીક લોકોને સ્માર્ટ ટેક્સટાઇલ એટલે કે હાઇટેક કપડાં પહેરવાં માટે પ્રેરણા આપશે.
  • વાયરલેસ ચાર્જિંગનો વિચાર ક્રોએશિયન વૈજ્ઞાનિક નિકોલા ટેસ્લા દ્વારા 19 મી સદીમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેમની કલ્પના મુજબ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્ષેત્રની હાજરીમાં બે વસ્તુઓ વચ્ચે પાવર ટ્રાન્સફર કરી શકાય છે.
  • નિકોલા દ્વારા રજૂ કરવામાં આવેલા અનુમાન અનુસાર, જ્યારે તારમાં પાવર પૂરો પાડવામાં આવે છે, ત્યારે તે ચુંબકની આસપાસ ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્ષેત્રનું ઉત્પાદન કરે છે અને આસપાસની વસ્તુને ચાર્જ કરી શકાય છે. નોટિંગ્ઘમ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ પણ આ કોન્સેપ્ટ પર જ ચાર્જિંગ ડોમ બનાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp