ફરમાની નાઝે ગાયેલું ‘હર હર શંભૂ’ ગીતને યૂટ્યૂબે હટાવી દીધું, આ કારણે લીધું એક્શન

PC: india.postsen.com

‘હર હર શંભૂ’ ગીત ગાઈને રાતો-રાત ચર્ચામાં આવનાર ફરમાની નાઝ ફરીથી મુશ્કેલીઓમાં ફસાઈ છે. સિંગર પર ગીત ચોરી કરવાનો આરોપ જીતુ શર્માએ લગાવ્યો છે. રાઈટર જીતુ શર્માએ આરોપ લગાવ્યો છે કે, ફરમાનીએ આ ગીતને યૂટ્યૂબ પર તેમને ક્રેડિટ આપ્યા વગર રીલિઝ કરી દીધું છે, જ્યાર બાદ ગીતને યૂટ્યૂબ પરથી હટાવી દેવામાં આવ્યું છે. તેમજ, હવે આ પૂરા મામલામાં જીતુ રાઈટરે ‘હર હર શંભૂ’ ગીત સાથે જોડાયેલુ પૂરું સત્ય જણાવ્યું છે, ત્યાર બાદથી જ તેમનું નિવેદન વાયરલ થઇ રહ્યું છે. રાઈટરે ફરમાની સાથે જોડાયેલી એવી વાત જણાવી છે, જેને જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો.

આ કારણે મુશ્કેલીમાં ફસાઈ ફરમાની

ફેમસ વેબસાઈટ સાથે વાત કરતા રાઈટર જીતુએ કહ્યું કે, ‘ફરમાનીએ આ ગીતને 23 તારીખે યૂટ્યૂબ પર રીલિઝ કર્યું. અમારું ગીત, રિધમ, કંપોઝીશન, અહીંયા સુધી કે વીડિયો ડીસક્રીપ્શન પર પણ અમારું નામ નથી નાંખ્યું. ત્યારે અમને કોઈ સમસ્યા ન હતી, પણ જ્યારે તેને પોતાના ગીતને ઓરિજનલ ગણાવ્યું, ત્યારે અમને સારું નથી લાગ્યું.’

 
 
 
View this post on Instagram

A post shared by farmani Naaz (@farmani_naaz)

યૂટ્યૂબથી હટાવ્યું ગીત

આની સાથે જ જીતુએ કહ્યું કે, ‘ત્યાર બાદ મેં યૂટ્યૂબમાં જઈને લીગલ ક્લેઇમ સબમિટ કર્યું, ત્યાર બાદ અંદાજે 7-8 દિવસ પછી વેરિફિકેશન થયું અને અંતે તેના ગીતને યૂટ્યૂબથી 11 ઓગસ્ટે હટાવી દેવામાં આવ્યું.’

ફરમાનીને મળી ‘બિગ બોસ 16’ની ઓફર

ફરમાની નાઝને સલમાન ખાનનો શો ‘બિગ બોસ 16’ની ઓફર મળી છે, આ વાતનો ખુલાસો હાલમાં જ થયેલા એક ઇન્ટરવ્યૂમાં થયો. આ ઇન્ટરવ્યૂમાં ફરમાનીના ભાઈએ જણાવ્યું કે, તેની બહેનને ‘બિગ બોસ 16’ની ઓફર મળી છે, પણ અત્યાર સુધી ફરમાનીએ શોમાં શામેલ થવું કે નહીં, તેના પર કોઈ નિર્ણય નથી લીધો, આની સાથે જ તેના ભાઈએ જણાવ્યું કે, ફરમાનીને ઝઘડો કરવો ગમતું નથી. જો કે, સલમાન ખાનના શોમાં ખૂબ વધારે લડાઈ-ઝઘડો થાય છે.

કોણ છે જીતુ શર્મા?

‘હર હર શંભૂ’ ગીતના ઓરિજનલ રાઈટર જીતુ શર્મા ઓડિશાના રહેવાસી છે, તેના પિતા શાકભાજીની દુકાન ચલાવીને ઘરનું ગુજરાન કરે છે. જીતુ શર્મા એવા મહેનતી લોકોમાંથી એક છે, જેમનું બાળપણ અત્યંત ગરીબીમાં પસાર થયું છે. એટલે જ, તે માત્ર ધો.12 મા સુધી શિક્ષણ મેળવી શક્યો. બાળપણથી જ તેને ગીતનો શોખ હતો. આ જ કારણ હતું કે, તેને 2014મા યૂટ્યૂબ ચેનલ શરૂ કરીને પોતાના ગુરૂ આકાશની સાથે ગીત બનાવવાનું ચાલુ કર્યું હતું.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp