જમીનના પડતર કેસોનો નિકાલ લાવવા રાજ્ય સરકારે ઉઠાવ્યું પગલું

PC: facebook.com/kaushikpatelbjp

જમીનની કિંમતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં અસાધારણ રીતે તીવ્ર ઉછાળો આવેલ છે. જેના કારણે દિનપ્રતિદિન જમીન મહેસૂલને લગતા કેસોનું પ્રમાણ પણ વધતું ગયું છે. જેમાં, ખાનગી પક્ષકારો વચ્ચેના તથા ખાનગી પક્ષકાર અને સરકાર સામેના કેસોની અપીલો GRT અને SSRD સમક્ષ કરવાની થતી હોય છે. જેની સમીક્ષા મહેસુલ મંત્રી કૌશિક પટેલના અધ્યક્ષે યોજાઇ હતી.

આ બેઠકમાં ખાસ સચિવ (વિવાદ)ની કોર્ટમાં કેસોનો ભરાવો ન થાય કે લાબાં સમય સુધી પડતર ન રહે તે માટે નામદાર હાઈકોર્ટમાં જે રીતે કેસો દાખલ કરવામાં આવે છે તેવી જ રીતે તે સમયે જ કેસના ગુણદોષ ચકાસીને જ કેસ દાખલ કરવાનો રહેશે તેમજ કેસો નીચલી કોર્ટમાં રીમાન્ડ ન કરતા આખરી ચુકાદો આવે તે રીતે હુકમ કરવા અંગે GRT અને SSRDમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી. વધુમાં, કેસોનો સમયમર્યાદામાં નિકાલ થાય તે માટે SSRD દ્વારા જિલ્લાઓમાં કેમ્પોનું વધુ ને વધુ આયોજન કરવા અંગેનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે, તેમ મંત્રીએ ઉમેર્યું છે.

મંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે નયા ભારત અને ડિઝીટલ ઈન્ડિયાને એક મિશન તરીકે આગળ વધારી રહ્યાં છે ત્યારે ગુજરાત રાજ્યના નાગરિકોને ઝડપી, પારદર્શી અને ઓન લાઈન સેવાઓનો લાભ મળે તે માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સતત ભાર મુકે છે. જેના પરીણામરૂપે SSRD દ્વારા પક્ષકારોને તેમના કેસની માહિતી SMS દ્વારા ઓનલાઈન કોમ્પ્યુટર કેસ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા પુરી પાડવામાં આવે છે તથા હુકમોની નોંધ ઈ-ધરા મારફતે પાડવામાં આવે છે અને હુકમો પણ SSRDની વેબ સાઈટ પર ઓન લાઈન મુકવામાં આવે છે તેવી જ કાર્યપદ્ધતિ GRTમાં અમલમાં લાવવા ભારપૂર્વક જણાવ્યું હતું.

પડતર અપીલોનો ઝડપથી નિકાલ થઈ શકે તે માટે GRTમાં પૂર્ણ સમયની કોર્ટો ચાલુ કરવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી તેમજ GRTની સત્તાઓમાં પણ વધારો કરવામાં આવ્યો છે, તેમ મંત્રી કૌશિક પટેલે ઉમેર્યુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp