શિયાળામાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર, એક્સપર્ટ બોલ્યા- આ 3 ફેક્ટર અગત્યના

PC: thehindu.com

ભારત હાલમાં કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે. આ બધાની વચ્ચે એક્સપર્ટે હવે ત્રીજી લહેર આવવાનો અંદાજો પણ લગાવી દીધો છે. ત્રીજી લહેર આવશે આ વાતને દરેક એક્સપર્ટ માનીને ચાલી રહ્યા છે, પણ ક્યાં સુધીમાં આવશે તે વિશે કશું કહી શકાય એમ નથી.

ત્રીજી લહેર ક્યાં સુધીમાં આવી શકે છે? આ વિશે બેંગલોર સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થમાં મહામારી વિશેષજ્ઞ ડૉ. ગિરિધર બાબૂ કહે છે, ત્રીજી લહેર શિયાળામાં આવી શકે છે. નવેમ્બરના અંતમાં કે ડિસેમ્બરની શરૂઆતમાં. માટે આ સંક્રમણથી જેમને સૌથી વધારે ખતરો છે, તેમણે તરત વેક્સીનેટ થઇ જવું જોઇએ. ડૉ.ગિરિધર કર્ણાટકમાં નેશનલ કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય અને સલાહકાર છે. તેઓ કહે છે કે, ત્રીજી લહેર યુવા વસતીને પ્રભાવિત કરી શકે છે.

જોકે, તેઓ એ પણ કહે છે કે ત્રીજી લહેર 3 ફેક્ટરો પર આધાર રાખે છે. પહેલું કે આપણે ડિસેમ્બર સુધીમાં કેટલા લોકોને વેક્સીનેટ કરીએ છીએ. બીજું એ કે આપણે સુપર સ્પ્રેડર ઈવેન્ટને કેટલા રોકી શકીએ છીએ અને ત્રીજું એ કે, આપણે કેટલું જલદી વાયરસના ત્રીજા વેરિઅન્ટને ઓળખી અને તેને રોકી શકીએ છીએ.

ત્રીજી લહેર આવવા પર શું થઇ શકે છે? આના જવાબમાં મેથમેટિક મોડલ એક્સપર્ટ પ્રોફેસર એમ.વિદ્યાસાગર કહે છે, બીજી લહેરમાં મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થઇ રહ્યા છે. આમાં એવા લોકો પણ સામેલ છે જેમનું ટેસ્ટ થઇ રહ્યું નથી કે તેઓ એસિમ્પ્ટોમેટિક છે. પણ તેઓ સંક્રમિત છે. એવામાં જે સંક્રમિત થઇ રહ્યા છે, તેમનામાં ઓછામાં ઓછા 6 મહિના સુધી વાયરસ સામે ઈમ્યુનિટી રહેશે. પણ ત્યાર બાદ ઈમ્યુનિટી નબળી પડી શકે છે. માટે આપણે વેક્સીનેશન પ્રોગ્રામને ઝડપી બનાવવો પડશે. 6 મહિનાની અંદર હાઈ રિસ્ક વસતીને વેક્સીનેટ કરવાની રહેશે, જેથી ત્રીજી લહેર સેકન્ડ વેવની જેમ ઘાતક સાબિત થાય નહીં.

ડૉ. ગિરિધર કહે છે, ઘણાં રાજ્યોએ સેકન્ડ વેવ બાબતે વૈજ્ઞાનિકોની સલાહને ધ્યાનમાં લીધી નહીં. આપણે હવે એક પ્લાન બનાવવાનો રહેશે. જેથી આપણે આવનારી લહેરોને મેનેજ કરી શકીએ. સાથે જ વેક્સીનેશનનો પ્લાન પણ તૈયાર કરવાનો રહેશે. આપણે સેકન્ડ વેવમાંથી જેવા બહાર નિકળીએ છીએ, ત્યાર બાદ તરત જ સ્થાયી સમાધાન લાગૂ કરવાના રહેશે. આપણે કોરોના કેસો અને મોતોની સંખ્યાને ઓછી કરવા માટે એક અગ્રેસિવ સ્ટ્રેટેજી બનાવવાની જરૂર છે. ટેસ્ટિંગ સુવિધા વધારવાની રહેશે. એક મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ટર ઊભું કરવાનું રહેશે.

બીજી લહેરના પીકને લઇ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે 7 મેના રોજ આવી શકે છે. ત્યાર પછી નવા કેસોમાં ઘટાડો આવી શકે છે. જોકે, જુદા જુદા રાજ્યોમાં અલગ અલગ સમયે પીક આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp