શેરખાનના રિપોર્ટ મુજબ આ 10 શેર તમને લાંબા ગાળે બમણું વળતર આપી શકે છે

PC: groww.in

શેરબજારમાં છેલ્લાં 3 દિવસથી સુધારો જોવા મળી રહ્યો છે. નિફટી ફરી એકવાર 15000ની સપાટી પાર કરી ગયો છે.ખાનગી બેંકોમાં લેવાલીને કારણે નિફટી બેંકમાં 750 પોઇન્ટનો ઉછાળો જોવાયો છે.બીએસઇ સેન્સેકસ 685 પોઇન્ટના ઉછાળા સાથે 50,980 સુધી પહોંચી ગયો છે.  બ્રોકરેજ હાઉસ શેરખાને 10 શેર ખરીદવાની ભલામણ કરી છે જે લાંબા ગાળે બમણું વળતર મળી શકે તેમ છે.

રામકો સીમેન્ટ- આ શેર 1150 રૂપિયાનો ટાર્ગેટ રાખીને ખરીદી શકાય, અત્યારે 993.75નો ભાવ ચાલે છે. શેરખાનનું માનવું છે કે દક્ષિણ ભારતમાં સીમેન્ટના વધી રહેલા ભાવોનો કંપનીને ફાયદો થશે અને તમિલનાડુ તથા કેરળ જેવા રાજયોમાં ઇન્ફ્રાસ્ટ્રકચર પર સરકારનું વધી રહેલું ફોકસ પણ કંપનીને ફાયદો કરાવશે.

બ્રિટાનિઆ ઇન્ડસ્ટ્રીઝ- અત્યારે આ શેરનો ભાવ 3447.10 ચાલી રહ્યો છે. રૂપિયા 4200ના લક્ષ્યાંક સાખે ખરીદી કરી શકાય. કંપનીની લોંગ ટર્મ ગ્રોથ સ્ટ્રેટેજી ઘણી સારી છે અને આવનારા વર્ષોમાં બિસ્કિટ કેટેગરીમાં કંપનીનું વોલ્યુમ આઉટપરફોર્મ કરશે.

ટાટા કન્ઝયૂમર પ્રોડકટસ- અત્યારે આ શેરનો ભાવ 631 ચાલી રહ્યો છે. 740 રૂપિયાનો ટાર્ગેટ રાખીને ખરીદી કરી શકાય. કંપની સ્થાનિક બિઝનેસ પર ફોકસ કરી રહી છે જેને કારણે બજારમાં તેની હિસ્સેદારી વધતી જોવા મળશે.

મેકસ ફાયનાન્સીઅલ સવિર્સીઝ- અત્યારે શેરનો ભાવ 895 છે. રૂપિયા 1100નું લક્ષ્ય રાખીને ખરીદી કરી શકાય. મેકસ ફાયનાન્સીઅલ અને એકિસસ બેંક વચ્ચે થયેલા કરારને રેગ્યુલેટરી મંજૂરી મળી ગયા બાદ કંપની હવે બિઝનેસ વિસ્તરણ પર ફોકસ કરશે. કંપનીનો બિઝનેસ વધે તેવી શકયતા દેખાય રહી છે.

ગ્લેન્ડ ફાર્મા- અત્યારે શેરનો ભાવ 2349 છે. રૂપિયા 3040નો ટાર્ગેટ રાખીને શેરની ખરીદી કરી શકાય.ગ્લેન્ડ ફાર્મા પાસે એક ખાસ પ્રકારનું  B2B મોડલ છે જેને કારણે તેના માર્કેટ શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. કંપની કોસ્ટ ઘટાડવામાં પણ સફળ રહી છે. કંપનીના ઇન્જેકટેબલ બિઝનેસમાં જોવા મળેલા ગ્રોથને કારણે પણ કંપનીને ફાયદો થશે. કંપનીને યુએસ એફડીએ તરફથી કોઇ પણ નકારાત્મક ટીપ્પણી મળી નથી. કંપનીની કુલ કમાણીમાં અમેરિકી બિઝનેસનો હિસ્સો 67 ટકા છે.

આઇનોક્સ લેઝર- આ શેરનો ભાવ 316 રૂપિયા ચાલી રહ્યો છે. 400 રૂપિયાના લક્ષ્યાંક સાથે ખરીદી કરી શકાય. કોરોના મહામારીને કારણે કંપનીને શોર્ટ ટર્મમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે, પણ લાંબા ગાળાની સંભાવનાઓ પર  કોઇ નકારાત્ક અસર નજરે પડતી નથી. આગામી બે-ત્રણ મહિનામાં સારો એવો સુધારો જોવા મળી શકે છે.

નેસ્લે ઇન્ડિયા- અત્યારે શેરનો ભાવ 16571 ચાલી  રહ્યો છે. રૂપિયા 19055નો ટાર્ગેટ રાખીને ખરીદી કરી શકાય. નેસ્લે ભારતની સૌથી મોટી ફુડ કંપની છે. પેકજ ફુડ અને બ્રેવરીઝમાં કંપની પાસે એક મોટો બ્રાન્ડ પોર્ટફોલિયો છે જેમાં કપનીને સારો ફાયદો મળશે. ગામડાઓમાં પણ કંપનીની ડિમાન્ડ વધી રહી છે જેનો ફાયદો મળશે.

અંબર એન્ટરપ્રાઇજ ઇન્ડિયા- અત્યારે શેરનો ભાવ 3203 રૂપિયા ચાલી રહ્યો છે. રૂપિયા 3716ના લક્ષ્યાંક સાથે ખરીદી કરી શકાય. ઘરેલું ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્રારા શરૂ કરવામાં આવેલી પીએલઆઇ સ્કીમનો કંપનીને મોટો ફાયદો મળશે.

સનોફિલ ઇન્ડિયા- અત્યારે શેરનો ભાવ 8326 રૂપિયા ચાલી રહ્યો છે. રૂપિયા 9249નો ટાર્ગેટ રાખીને ખરીદી કરી શકાય. કંપનીના ત્રિમાસિક પરિણામો આમ તો નબળાં રહ્યા હતા, જો કે ત્રિમાસિક ગાળાના આંકડા અંકલેશ્વર પ્લાન્ટના વેચાણને કારણે તુલના થઇ શકે તેમ નથી. પરંતું હવે કંપનીનો ગ્રોથ થવાની સંભાવના નજરે પડી રહી છે.

દાલમિયા સીમેન્ટ- આ શેરનો ભાવ અત્યારે 1496 ચાલી રહ્યો છે. રૂપિયા 1900નો ટાર્ગેટ રાખીને ખરીદી કરી શકાય, શેરખાનનું માનવુ છે કે આ શેર 27 ટકા જેટલો ઉપર જઇ શકે છે.

નોંધ- માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવામાં આવ્યા છે. તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp