આ ક્રિકેટરો પર અજીબ કારણોસર મૂકાયો હતો પ્રતિબંધ

PC: manicapost.co.zw

દરેક રમતની જેમ ક્રિકેટમાં પણ ભૂલની સજા આપવામાં આવે છે. પરંતુ કેટલીકવાર આ ભૂલ ઘણી વિચિત્ર હોય છે. અહીં એવા 5 ખેલાડીઓની વાત કરવામાં આવી છે જેમને વિચિત્ર કારણોસર બેન કરવામાં આવ્યા હતા.

કપિલ દેવ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવને ફાસ્ટ રમવાની સજા મળી હતી. એક મેચ દરમિયાન કપિલ દેવ આક્રમક રમત રમવાના ચક્કરમાં આઉટ થઈ ગયા હતા. કપિલ દેવ એવા સમયે આઉટ થયા હતા જ્યારે ભારતીય ટીમ સંઘર્ષ કરી રહી હતી. મેચમાં બેજવાબદારીથી આઉટ થવાના કારણે કપિલ દેવ પર એક ટેસ્ટ મેચનો બેન મૂકવામાં આવ્યો હતો.

રવિન્દ્ર જાડેજા
ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પર શ્રીલંકાના એક બેટ્સમેન વિરુદ્ધ ખરાબ રીતે બોલ ફેંકવાના આરોપમાં એક ટેસ્ટ મેચ માટે બેન મૂકવામાં આવ્યો હતો.

એન્ડ્રુ સાયમન્ડ્સ
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી એન્ડ્રુ સાયમન્ડ્સને ટીમ મિટિંગમાં હાજર નહીં રહેવા બદલ 2008માં બેન કરવામાં આવ્યો હતો. અસલમાં તે ટીમ મિટિંગ છોડી માછલી પકડવા ગયો હતો.

શોએબ અખ્તર
પાકિસ્તાનના ખેલાડી શોએબ અખ્તરે તેની ટીમના સહ-ખેલાડી મોહમ્મદ આસિફને ગુસ્સામાં આવી બેટથી માર્યો હતો અને આ કારણસર તેના પર બેન મૂકવામાં આવ્યો હતો.

શાહિદ આફ્રિદી
શાહિદ આફ્રિદી પર બોલ ટેમ્પરિંગના કેસમાં આરોપી જાહેર કરવામાં આવ્યા બાદ તેના પર 2 ઈન્ટરનેશનલ T20 મેચ રમવા પર બેન મૂકવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp