શા માટે જાડાપણાનો શિકાર બની રહ્યા છે લોકો, આ 7 વસ્તુઓ હોઈ શકે છે જવાબદાર

PC: prevention.com

ઘણી વખત આપણે જાડાપણા માટે ખાવા-પીવાને જવાબદાર માનતા હોઈએ છે. પરંતુ શું માત્ર ખાવાને કારણે જ લોકો જાડાપણાનો શિકાર થાય છે. કેલરી ઓછી કરવા અને કસરત કરવા પછી પણ તમારું વજન ઓછું નથી થઈ રહ્યું તો તેના ઘણા કારણો હોઈ શકે છે, તો ચાલો જોઈ લઈએ એવા જ કેટલાંક કારણો જેના લીધે કદાચ તમારું વજન ઘટી રહ્યું નથી.

હાઈપોથાયરાડિઝમ

જો તમારો થાયરોઈડ પર્યાપ્ત થાયરાઈડ હોર્મોન નથી બનાવી રહ્યું તો તેના કારણે તમને થાક, નબળાઈ, ઠંડી લાગવી અને વજન વધવા જેવા લક્ષણો જોવા મળી શકે છે. પર્યાપ્ત થાયરોઈડ હોર્મોન વિના મેટાબોલીઝમ નબળું થઈ જાય છે અને તેના કારણે વજન ઝડપથી વધવા લાગે છે.

મેનોપોઝ

ઘણી મહિલાઓનું વજન મેનોપોઝના સમય દરમિયાન વધી જતું હોય છે. પરંતુ તેનું કારણ માત્ર હોર્મોન નથી. ઉંમર વધવાની સાથે સાથે મેટાબોલીઝમ પણ નબળું થાય છે અને તેના કારણે શરીરમાં થોડીક જ કેલરી બર્ન થતી હોય છે. મેનોપોઝને કારણે થાઈસ અને પગની તુલનામાં કમરની આજુબાજુ વધારે ચરબી જમા થાય છે.

ઊંઘની કમી

ઊંઘ સરખી રીતે પૂરી ન થવાના બે કારણો છે. એક તો જ્યારે તમે મોડી રાત સુધી જાગો છો તો તમને ભૂખ લાગે છે અને તમે કંઈક ને કંઈક ખાવ છો જેના લીધે કેલરી વધી જાય છે. બીજું કારણ એ છે કે ઊંઘ પૂરી ન થવાને લીધે હોર્મોનનું સ્તર બગડી જાય છે અને તેના કારણે રાતે ભૂખ લાગે છે.

સ્ટ્રેસ

તણાવ લેવાથી પણ શરીરમાં કોર્ટીસોલ હોર્મોન બને છે, જે તમારી ભૂખ વધારે છે. તણાવમાં હોવું અથવા મૂડ ખરાબ હોવાને લીધે આપણે ઘણી વખત વધારે કેલરીવાળી વસ્તુઓ ખાઈ છીએ જેનાથી શરીરને આરામ મળે અને મૂડ સારો થાય. આને કારણે અજાણતા જ આપણું વજન વધવા લાગે છે.

એન્ટીડિપ્રેશન્ટ દવા

કેટલીક એન્ટી ડિપ્રેશન દવાઓની સાઈડ ઈફેક્ટે કારણે પણ વજન વધવા લાગે છે. અસલમાં આ દવાઓને લીધે કેટલાંક લોકોના મૂડ સારા થઈ જાય છે અને તેમને ઘણી ભૂખ લાગે છે. જો તમને લાગે કે આવી દવાઓ ખાવાથી તમારું વજન વધી રહ્યું છે તો તમારા ડોક્ટરને તેની જાણકારી આપવી જોઈએ પરંતુ પોતે ક્યારેય દવાઓ લેવાની બંધ કરવી જોઈએ નહીં.

પોલીસીસ્ટીક ઓવરી સિન્ડ્રોમ(PCOS)

આ મહિલાઓમાં એક સામાન્ય હોર્મોનલ સમસ્યા છે. સીઓસમાં નાના નાના સિસ્ટ બની જાય છે. તેને કારણે પીરિયડ્સ અનિયમીત થઈ જાય છે અને મોઢાં પર ખીલ થવા લાગે છે આ કારણે પેટની આસપાસ પણ ચરબીના થર જામવા લાગે છે.

સ્મોકિંગ છોડવું

સ્મોકિંગ છોડવું સ્વાસ્થ્ય માટે ઘણું સારું છે. પરંતુ સ્મોકિંગ છોડ્યાના શરૂઆતના સમયમાં મારું વજન વધવા લાગે છે પરંતુ આ ઘણું સામાન્ય છે. સ્મોકિંગ છૂટવાના થોડાક અઠવાડિયાઓ પછી તમને વધારે ભૂખ લાગશે નહીં અને તમારું વધેલું વજન આપોઆપ ઓછું થવા લાગશે.     

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp