પાકિસ્તાન અમેરિકા માટે કંઈ નથી કરતું, એટલે રોકી મદદઃ ટ્રમ્પ

PC: cnbc.com

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને કરોડો ડૉલરની સૈન્ય સહાય રોકવા અંગેના પોતાના પ્રશાસનના નિર્ણયનો બચાવ કરતા રવિવારે કહ્યુ હતુ કે, પાકિસ્તાન અમેરિકા માટે કોઈ કામ નથી કરતુ. ત્યાંની સરકારે અલકાયદાના નેતા ઓસામા બિન લાદેનને સંતાવામાં મદદ કરી હતી. ટ્રમ્પે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યુ હતુ કે, લાદેન અને પાકિસ્તાનના ઈબટાબાદમાં તેના પૂર્વ અડ્ડાની વાત કરતા કહ્યુ હતુ કે, જરા વિચારો... તમે જાણો છો કે પાકિસ્તાનમાં રહેવુ, પાકિસ્તાનમાં સારી રીતે રહેવુ... મને લાગે છે કે તેણે આને સારી જગ્યા સમજી હશે.

પરંતુ, પાકિસ્તાનમાં મિલેટરી એકેડમીની એકજમ બાજુમાં રહેવુ. પાકિસ્તાનમાં દરેક વ્યક્તિ જાણતી હતી કે, તે ત્યાં છે અને અમે પાકિસ્તાનને એક વર્ષમાં 1.3 અબજ ડૉલર આપી રહ્યા હતા. લાદેન પાકિસ્તાનમાં રહેતો હતો, અમે પાકિસ્તાનનું સમર્થન કરી રહ્યા હતા. તેને એક વર્ષમાં 1.3 અબજ ડૉલર આપી રહ્યા હતા, જે અમે હવે તેમને નથી આપી રહ્યા. મે તેને સમાપ્ત કરી દીધુ કારણ કે, તે અમારા માટે કંઈન નથી કરતુ.

ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ સપ્ટેમ્બર, 2018માં પાકિસ્તાનને આપવામાં આવતી 30 કરોડ ડૉલરની અમેરિકી સૈન્ય સહાયતામાં કાપ મૂકવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય જાન્યુઆરીમાં જાહેર વ્યાપક સહાયતા સ્થગનનો એક ભાગ હતો. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ બહાને આતંકવાદીઓના સુરક્ષિત ઠેકાણોના કથિત સમર્થનને લઈને ઈસ્લામાબાદ પર દબાણ લાવવાનો પ્રયત્ન કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp