લોકડાઉનમાં સુરંગ બનાવીને દારૂની દુકાનમાં ઘૂસ્યા ચોર, 13 લાખના દારૂની કરી ચોરી

PC: wp.com

વિશ્વના મોટાભાગના દેશોમાં હાલ કોરોના વાયરસને લઈને લોકડાઈન ચાલી રહ્યું છે. દરમિયાન સાઉથ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં કંઈક એવું થયું, જેને લઈ સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. કોરોના વાયરસ સામે લડવા માટે લાગુ 66 દિવસનું લોકડાઉન પૂર્ણ થવાના બરાબર એક દિવસ પહેલા શહેરમાં કેટલાક ચોરો સુરંગ બનાવીને એક દારૂની દુકાનમાં ઘૂસી ગયા અને ત્યાંથી દારૂની ચોરી કરી લીધી હતી. ચોર ત્યાંથી 300000 રેં (આશરે 18000 અમેરિકી ડૉલર)નો દારૂ લઈને ફરાર થઈ ગયા, જે અંગે દુકાનના માલિકને સોમવારે સવારે દુકાન ખોલ્યા બાદ બાદ વેચવા માટે રાખી હતી.

દેશમાં માર્ચથી લાગુ કડક લોકડાઉનના કારણે દારૂનું વેચાણ પ્રતિબંધિત છે. દુકાનના માલિકે જણાવ્યું કે, CCTV ફુટેજના આધાર પર ચોરોની ઓળખ કરી લેવામાં આવી છે. તેઓ 10 દિવસ પહેલા પણ દુકાન પર આવ્યા હતા. તેમના સુધી પહોંચવાના સંબંધમાં કોઈપણ જાણકારી આપવા માટ 50000 રૈંડનું ઈનામ રાખવામાં આવ્યું છે. જેશમાં દારૂની દુકાન પર વધી રહેલી ચોરીની ઘટનાઓના કારણે આ દુકાન માલિકોએ સુરક્ષા ગાર્ડ તહેનાત કર્યા છે. ઉલ્લેખનીય છે કે, લોકડાઉન પ્રતિબંધોને કારણે લોકોને દારૂ નથી મળી રહ્યો, આથી તેની ચોરી કરીને બ્લેક માર્કેટમાં 10 ગણા ભાવ પર વેચવામાં આવી રહ્યો છે.

ભારતમાં પણ આવી જ પરિસ્થિતિ છે. લોકડાઉન 4.0માં દારૂની દુકાનો ખોલવાની મંજૂરી મળતા જ દિલ્હી સહિતના મોટા શહેરોમાં વહેલી સવારથી જ દારૂની દુકાનો સામે લાંબી લાઈનો લાગી ગઈ હતી અને લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલીને એકબીજાની અડકીને ઊભા હતા. કેટલીક જગ્યાએ તો ધમાલ થતા પોલીસ બોલાવવાનો વારો આવ્યો હતો. દિલ્હીમાં સરકારે દારૂ પર 70 ટકા શેસ લગાવવા છતા દારૂ લેવા માટે લોકોની લાંબી લાઈનો લાગી હતી. ગુજરાતમાં પહેલી તારીખથી પરમિટનો દારૂ મળવાનો શરૂ થતા જ સવારથી લોકોની લાઈનો લાગી ગઈ હતી. આમ, દેશ હોય કે વિદેશ બધે આ જ પરિસ્થિતિ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp