કિસ કરતી વખતે ક્યારેય ન કરશો આ ભૂલો

PC: youtube.com

કિસિંગ એ સેક્સ કે રોમાન્સનો અત્યંત મહત્ત્વનો ભાગ છે. ઘણા કપલ્સને કિસિંગ કરવું ગમતું હોય છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે, જેઓ કિસિંગ દરમિયાન કેટલીક મહત્ત્વની ભૂલો કરતા હોય છે, જેને કારણે કિસિંગમાંથી તેમના પાર્ટનરનો રસ ઊડી જાય છે. અથવા કિસિંગની રોમેન્ટિક પ્રોસેસ તેમના માટે ત્રાસરૂપ બની જાય છે!

જો આવું ન કરવું હોય તો હંમેશાં એ વાતનું ધ્યાન રાખવું કે કિસિંગની પ્રોસેસ એકદમ સહજ અને બંને માટે આનંદદાયક હોય. ઘણા લોકો કિસિંગ દરમિયાન અત્યંત કોન્સિયસ થઈ જતા હોય છે અને એવામાં તેઓ કિસિંગની મજા લઈ શકતા નથી, પરંતુ કોન્સિયસ થવાનું ટાળીને એક રોમેન્ટિક પ્રક્રિયાના ભાગરૂપે કિસિંગ કરવું.

કેટલાક લોકો કિસિંગ દરમિયાન સતત એવી અવઢવમાં હોય છે કે આ દરમિયાન તેઓ તેમના હાથને કઈ પોઝિશનમાં રાખે? પરંતુ કિસિંગ દરમિયાન તમારા હાથ પાર્ટનરના ખભે કે ગળે હોય તો તમે કિસિંગની મજા લઈ શકો છો. પરંતુ યાદ રાખો કે તમારા હાથમાં હૂંફ હોવી જોઈએ. જો તમે એ દરમિયાન પાર્ટનરને કડક પકડશો કે તેમને ન ગમતી જગ્યાએ ટચ કરશો તો કિસિંગમાંથી તેનો રસ ઉડી જશે.

તો હંમેશાં એ બાબતનું પણ ધ્યાન રાખો કે જ્યારે પણ કિસિંગ કરવા જાઓ ત્યારે તમારું મોઢું સાફ હોય અને એમાંથી કોઈ પણ પ્રકારની દુર્ગંધ ન આવતી હોય. એમાંય કાંદા-લસણની વાસ અત્યંત ખરાબ હોય છે. આથી કિસિંગ પહેલા દુર્ગંધની ખાસ ચકાસણી કરવી.

ઘણા લોકોને લિપ કિસિંગ દરમિયાન હાયપર ઍક્ટિવ ટંગ એક્શન કરવાની ટેવ હોય છે, જેમાં તેઓ કેટલીક વાર પાર્ટનરની જીભને ઈજા પહોંચાડી શકે છે. યાદ રાખો કે જો પાર્ટનરને ફ્રેન્ચ કિસ ન આવડતી હોય તો માત્ર લિપ કિસ જ કરવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp