આ કંપનીને મળશે બુલેટ ટ્રેન માટેનો પહેલો કોન્ટ્રાક્ટ, 7 કંપનીઓ હતી રેસમાં

PC: zeebiz.com

બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો પહેલો કોન્ટ્રાક્ટ સ્વદેશી ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લાર્સન એન્ડ ટુબ્રો (L&T)ને મળશે તેવું માનવામાં આવી રહ્યું છે. દેશની પહેલી બુલેટ ટ્રેન પરિયોજનામાં 237 કિમી લાંબા રુટની ડિઝાઈન અને નિર્માણ માટે આ કંપનીએ સૌથી ઓછી બોલી લગાવી છે. આ બીડમાં કુલ 7 કંપનીઓએ ભાગ લીધો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ કોન્ટ્રાક્ટ આશરે 25,985 કરોડ રૂપિયાનો છે અને આ L&Tને લગભગ મળવાનો નક્કી છે. મતલબ કે મુંબઈ અને અમદાવાદ વચ્ચે બનનારી પહેલી બુલેટ ટ્રેન પરિયોજનાની કુલ લંબાઈ 508 કિમી છે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન દેશની પહેલી હાઈ સ્પીડ ટ્રેન પરિયોજના છે, જેને જાપાનની મદદથી બનાવવામાં આવી રહી છે. PTIના કહેવા પ્રમાણે, નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)એ સોમવારે એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે, 508 કિમી લાંબા મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પર 237 કિમી લાંબા ખંડની ડિઝાઈન અને નિર્માણ માટે આજે ફાયનાન્સિયલ બીડ ઓપન કરવામાં આવી અને તેમાં લાર્સન એન્ડ ટુબ્રોએ સૌથી ઓછી બોલી લગાવી છે.

પ્રોજેક્ટનું કામ ડિસેમ્બર 2023 સુધીમાં પૂરુ થઈ જવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. પરંતુ તેમાં થોડોક સમય વધારે લાગી શકે છે કારણ કે મહરાષ્ટ્રના પાલઘર અને ગુજરાતના નવસારી જેવા જિલ્લાઓમાં હજુ પણ જમીન અધિગ્રહણ માટેના કાર્યો બાકી છે. દેશના પહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર મુંબઈથી અમદાવાદ વચ્ચે કામ ચાલી રહ્યું છે. આ કોરિડોર પર બુલેટ ટ્રેનની સ્પીડ 350 કિમી પ્રતિ કલાક હોવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે કે મુંબઈથી અમદાવાદ માત્ર 2 કલાકમાં પહોંચી શકાશે. અત્યારે આ સફરમાં ભારતીય રેલવેને 7 કલાક અને ફ્લાઈટથી 1 કલાક લાગે છે.

NHSRCLએ કહ્યું હતું કે, આ પ્રતિસ્પર્ધી બીડિંગમાં ત્રણ બીડર્સે ભાગ લીધો હતો, જેમાં કુલ સાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ સામેલ છે. Afcons Infrastructure, Ircon Internation અને JMC Projects Indiaએ ભેગા થઈને બોલી લગાવી હતી. આ રીતે NCC-Tata Projects-J Kumar Infra Projects, SHRએ એકસાથે બોલી લગાવી હતી. જ્યારેે લાર્સન એન્ડ ટુબ્રોએ એકલાએ બોલી લગાવી હતી.

આ 237 કિમી લાંબા કોરિડોરમાં 24 નદીઓ અને 30 રોડ ક્રોસિંગ પડશે. આ આખો ખંડ ગુજરાતમાં છે, જ્યાં 83 ટકાથી વધુની જમીનો લેવામાં આવી ગઈ છે. રેલ મંત્રી પીયુષ ગોયલે રાજ્યસભામાં કહ્યું હતું કે, માર્ચ 2020 પહેલા જમીન સંપાદનનું કામ પૂરુ થઈ જવું જોઈતું હતું પરંતુ, મહારાષ્ટ્રમાં કેટલીક અડચણો આવવાને લીધે આ થઈ શક્યું નથી. આ આખો પ્રોજેક્ટ 508 કિમીનો છે, જેમાં આશરે 349 કિમીનો ભાગ ગુજરાતમાં પડે છે. આ ટેન્ડર માટે બીડ 15 માર્ચ, 2019ના રોજ જ મંગાવી લેવામાં આવ્યા હતા. ટેક્નિકલ બીડ્સ 23 સપ્ટેમ્બરના રોજ ખોલવામાં આવ્યા હતા અને એક મહિનાથી ઓછા સમયમાં ફાયનાન્સિયલ બીડ્સને પણ ઓપન કરી દેવામાં આવી છે. વાપી અને વડોદરા વચ્ચે 237 કિમીના કોરિડોરનું નિર્માણ થશે. આ માટેનો કુલ ખર્ચો 1.08 લાખ કરોડ રૂપિયાનો છે, જેમાં જાપાન ઈન્ટરનેશનલ કોર્પોરેશન પણ ફંડિંગ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp