નિર્મલા સીતારમણના બજેટ પર નિર્ભર કરશે બજારની આ તેજી

PC: businesstoday.in

શેર બજારના મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીએ ઉંચાઇ સાથે નવા રેકોર્ડ બનાવ્યા છે. જોકે, વિશ્વના બીજા શેર બજારમાં દબાણ છે. જિયોપોલિટિકલ ઘટનાઓની સાથે જ કેન્દ્રીય બેન્કોના સતત ઇન્ટરેસ્ટ રેટ વધવાથી સ્ટોક માર્કેટમાં સેન્ટિમેન્ટ નબળો છે. બીજી બાજુ ઇન્ડિયામાં સેન્ટિમેન્ટ મજબૂત હોવાથી અમુક ખાસ સેક્ટરમાં તેજી જોવા મળી શકે છે. તેમાં ફાઇનાન્શિયલ ઇન્સ્ટીટ્યુશન, રિયલ એસ્ટેટ, મેટલ અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટર શામેલ છે. આ તેજીમાં અમુક જ કંપનીઓના શેરોની વધારે હિસ્સેદારી છે. પાછલા બે મહિનાઓમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં લગભગ 9-9 ટકાની તેજી આવી છે. આ અવધિમાં BSE Metal ઇન્ડેક્સનું પ્રદર્શન સૌથી સારું રહ્યું છે. ત્યાર બાદ ઓઇલ એન્ડ ગેસ અને રિયલ્ટી ઇન્ડેક્સમાં 10થી 15 ટકાની તેજી આવી છે.

આ વખતની બજારની તેજીમાં કેટલીક વાતોની અસર રહી છે. પણ, સૌથી મોટું કારણ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીઓનું સારું પ્રદર્શન છે. સારા પ્રોફિટ ગ્રોથ વાળી કંપનીઓના શેરોમાં તેજી જોવા મળી રહી છે. ઇન્ડિયન કંપનીઓનું પ્રદર્શન આ ફાઇનાન્શિયલ યરમાં સારું રહેવાનું અનુમાન છે. જોકે, વૈશ્વિક સ્થિતિઓ પડકાર ભરેલી બનેલી છે. ઇન્ડિયાના સારા પ્રદર્શનનું એક મોટું કારણ સરકાર તરફથી ઉઠાવવામાં આવેલા પગલા છે. તેમાં PLI, ક્રેડિટ ગેરેન્ટી સ્કીમની સાથે જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધારે ઇવેસ્ટમેન્ટ શામેલ છે. પ્રાઇવેટ સેક્ટરમાં પણ કેપિટલ એક્સપેન્ડિચર વધી રહ્યું છે. આ ઇન્ડિયા માટે ઘણું સારું છે. ખાસકરીને ત્યારે કે જ્યારે વિશ્વના કેટલાક દેશ આ વર્ષે કે આગલા વર્ષે મંદીમાં જતા દેખાઇ રહ્યા છે.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર વર્ષ 2014માં સત્તા પર આવી હતી. આ તેમનું 11મુ બજેટ હશે. ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણ 1લી ફેબ્રુઆરી, 2023ના રોજ યુનિયન બજેટ રજૂ કરશે. અત્યાર સુધીના અનુભવને જોઇએ તો શેર બજારો પર બજેટની વધારે અસર ન પડશે. જોકે, પાછલા બે બજેટને જોઇએ તો તે શેર બજાર માટે ઘણા પોઝિટિવ રહ્યા છે. તેનું કારણ એ છે કે, સરકારના ઉપાયોથી કોરોનાની મારથી બદહાલ અર્થવ્યવસ્થાને સહારો મળ્યો છે.

પાછલા 10 વર્ષમાં બજેટના દિવસે સેન્સેક્સ અને નિફ્ટી પાંચ વખત તુટ્યા છે. બાકીના સમયે તે તેજી સાથે બંધ આવ્યા છે. આ ગ્રાફમાં બજેટના દિવસે, એક સપ્તાહ પહેલા, એક મહિના પહેલા અને ત્રણ મહિના પહેલા માર્કેટ રિટર્ન બતાવવામાં આવ્યા છે.

1લી ફેબ્રુઆરી, 2023ના રોજ રજૂ થનારું બજેટ વર્ષ 2024માં લોકસભા ચૂંટણી પહેલા છેલ્લું આખુ બજેટ હશે. એનાલિસ્ટ્સનું માનવું છે કે, ચૂંટણીને જોતા સરકાર સોશિયલ સેક્ટર પર ખર્ચ વધારી શકે છે. ઇનફ્રાસ્ટ્રક્ચર પર પણ ખર્ચ ચાલુ રહશે. જોકે, તેમાં થોડો ઘટાડો આવી શકે છે. ઇન્ડસ્ટ્રી લોબીઝ ટેક્સમાં છૂટ માટે સરકાર પર દબાણ બનેલુ રહી શકે છે. તેમનું માનવું છે કે, તેનાથી ઇનવેસ્ટમેન્ટને પ્રોત્સાહન મળશે. સરકાર લોન્ગ ટર્મ કેપિટલ ગેન ટેક્સના નિયમોમાં પણ ફેરફાર કરી શકે છે. તેના પહેલા ટેક્સના નિયમોમાં ફેરફારની માર્કેટ પર મોટી અસર જોવા મળી હતી. એવામાં આગલા બજેટથી એ નક્કી થશે કે માર્કેટનો સારો સમય ચાલુ રહેશે કે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp