IT કંપની નહીં પણ આ કંપનીઓ આપી રહી છે સૌથી વધુ સેલરી

PC: aolcdn.com

સારી સેલરીવાળી જોબ જોઈએ છે તો તેના માટે IT કંપની નહીં પરંતુ દવા અને સ્વાસ્થ્ય કંપનીઓ બેસ્ટ છે. એક રિપોર્ટ અનુસાર સારી સેલરી આપતી કંપનીઓ IT ક્ષેત્રની નથી પણ IT કંપનીઓની સરખામણીએ અન્ય ક્ષેત્રની કંપનીઓ છે જે વધુ સેલરી આપ છે. વળી, સૌથી વધુ સેલરી આપતા શહેરોની વાત કરવામાં આવે તો એમાં બેંગ્લોર સૌથી આગળ છે.

એક રિપોર્ટ અનુસાર બેંગ્લોરમાં નોકરિયાત લોકોના સેલરી પેકેજ સરેરાશ વાર્ષિક 10.8 લાખ રૂપિયા છે જ્યારે આ લિસ્ટમાં બીજા ક્રમ પર પૂણે આવે છે જ્યાં નોકરિયાત લોકોના સેલરી પેકેજ સરેરાશ વાર્ષિક 10.3 લાખ રૂપિયા છે. ત્રીજા ક્રમ પર દિલ્હી (9.9 લાખ) આવે છે અને ત્યાર બાદ ચોથા ક્રમે મુંબઈ (9.2 લાખ) આવે છે. મુંબઈ પછી પાંચમા ક્રમ પર ચેન્નાઈ (8 લાખ) છે જ્યારે છઠ્ઠા અને સાતમાં ક્રમે અનુક્રમે હૈદરાબાદ (7.9 લાખ) અને કોલકાતા (7.2 લાખ) છે.

રિપોર્ટ અનુસાર દવા બનાવતી અને સ્વાસ્થ્ય સંબંધિત કંપનીઓ સૌથી સારી સેલરી ઓફર કરે છે. આ ક્ષેત્રમાં બધા સ્તરે સરેરાશ 9.6 લાખ રૂપિયાનું સેલરી પેકેજ મળે છે. બીજા નંબર પર પ્રોફેશનલ સર્વિસીસ છે. GST લાગુ થયા પછી આ પ્રોફેશનલોની ડિમાન્ડ વધી છે. આ ક્ષેત્રમાં વાર્ષિક સરેરાશ સેલરી પેકેજ 9.4 લાખનું છે.

ત્રીજા ક્રમે FMCG ક્ષેત્ર એટલે કે રોજબરોજ ઉપયોગમાં આવતી વસ્તુઓ સંબંધિત આવે છે. આ ક્ષેત્રમાં સરેરાશ વાર્ષિક સેલરી 9.2 લાખ જેટલી મળે છે. ચોથા ક્રમે IT ક્ષેત્ર આવે છે જેમાં સરેરાશ વાર્ષિક સેલરી 9.2 લાખ જેટલી મળે છે. પાંચમા ક્રમે મેન્યુફેક્ચરિંગ સેક્ટર, રિયલ એસ્ટેટ સેકટર વગેરે આવે છે જેમાં સરેરાશ વાર્ષિક સેલરી 9 લાખ જેટલી મળે છે.
આ રિપોર્ટ રેન્ડસ્ટેન્ડ ઈન્ડિયાએ સેલરી ટ્રેન્ડનું અધ્યયન કરીને તૈયાર કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp