ગુજરાતના આ વૃક્ષો હવે આપણને તસવીરોમાં જોવા મળશે

PC: blogspot.com

આયુર્વેદિક દવા બનાવવામાં વપરાતાં સફેદ ખાખરો અને મીઠો ગુગળ લુપ્ત થઈ રહ્યાં છે. તેની સાથે બીજી વનસ્પતિઓ પણ છે જે લુપ્ત થવાને આરે છે. જો તેની જાળવણી નહીં થાય તો થોડા સમયમાં તે માત્ર તસવીરોમાં જ જોવા મળશે. લુપ્ત થઈ રહેલાં વૃક્ષો અને વનસ્પતિઓની યાદી જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા અહેવાલમાં આ ચોંકાવનારી વિગતો આપવામાં આવી છે.

જૈવ વિવિધતા બોર્ડ દ્વારા રાજ્યભરના જંગલો અને ખાનગી જમીનો ઉપર કરાયેલા સરવેમાં આ વિગતો બહાર આવતા તે અગે વિસ્તૃત અભ્યાસ કરીને લુપ્ત થતી જતી વનસ્પતિઓની યાદી જાહેર કરાય છે જેમાં 16 જેટલી વનસ્પતીઓ જણાવવામાં આવી છે. આવી વનસ્પતિઓ જ્યાં પણ બચી છે તેના બીજ આપવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે, જેથી તેવું વાવેતર કરીને બચાવી શકાય. ગુગળ માટે ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલૉજી ભુજને ગુગળ માટે જવાબદારી સોંપવામાં આવી છે.

યાદી તો જાહેર કરાઈ છે પણ તેને કઈ રીતે બચાવવી તે અંગેનો કોઈ પ્લાન સરકાર પાસે નથી. અગાઉ આયુર્વેદમાં અત્યંત મહત્ત્વના મનાતા 10 મૂળ યોગનો પ્રોજેક્ટ તૈયાર કરાયો હતો પણ તે જોઈએ એટલો સફળ થયો નથી. પ્રદૂષણ જંગલોનો સફાયો અને ઉદ્યોગોના કારણે જૈવ વિવિધતા ઉપર મોટો ખતરો ઉભો થયો છે.

કઈ વનસ્પતીઓ કે જે લુપ્તતાના આરે છે...

7 જાતના વૃક્ષોઃ

ક્ષુપ – સફેદ ખાખરો, મીઠો ગુગળ, દુધલો, સિમુલ, દુધ કુડી, ગોલ્ડાર, સુડીયો.

છોડ અને વેલાઃ

માર્ચ પાંડો, ડોરેશા ઈન્ડિકા, ટેપરોશીયા કોલીના, બુટેના પાર્વીફ્લોરા વગેરેનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp