સરકારે ફાળવેલા પ્લોટ ન મળતા વાંસદા સમાજના લોકોમાં રોષ

PC: Khabarchhe.com

સરકાર સામે પ્લોટની માંગણીને લઈને વાંસદા સમાજના લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જેના કારણે રાજકોટ કલેક્ટર કચેરીની બહાર વાંસદા સમાજના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ મામલે પોલીસ દ્વારા 10થી વધારે લોકોની અટકાયત કરવામાં આવી હતી. સરકારે ફાળવેલા પ્લોટ સમયસર નહીં મળતા વાંસદા સમાજના લોકો દ્વારા આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. વાંસદા સમાજના અગ્રણી બાબુભાઈ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આત્મવિલોપન કરવાની ચીમકી આપવાના કારણે રાજકોટ કલેક્ટર કચેરીની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. વાંસદા સમાજના લોકો કલેક્ટર કચેરી ખાતે પહોંચીને પોતાનો વિરોધ શરૂ કર્યો હતો. જયારે બાબુભાઈ આત્મવિલોપન કરવા માટે કલેક્ટર કચેરી પહોંચે તે પહેલા જ પોલીસે બાબુભાઈની અટકાયત કરી હતી.

વાંસદા સમાજના લોકોની માગ બાબતે વાત કરવામાં આવે તો વાંસદા સમાજના લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા જે પ્લોટની ફાળવણી કરવામાં આવી છે તે પ્લોટની યોગ્ય સમય અનુસાર સરકારી અધિકારીઓ દ્વારા માપણી કરવામાં આવી ન હતી જેના કારણે વાંસદા સમાજના લોકોને પ્લોટ આપવામાં આવ્યા ન હતા. જે બાબતે વાંસદા સમાજના લોકોએ જિલ્લા કલેક્ટર સામે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. વાંસદા સમાજના લોકોની માગ છે કે, સરકાર દ્વારા જે પ્લોટની ફાળવણી કરવામાં આવી છે તે પ્લોટ આ લોકો વહેલી તકે ફાળવવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp