કોરોના વાયરસનો સામનો કરવા માટે મોદી સરકારની તૈયારી, બનાવ્યો છે 3 તબક્કાનો પ્લાન

PC: i1.wp.com

દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થતો જાય છે. મોદી સરકાર કોરોના વાયરસનો સામનો કરવા માટે શક્ય એટલા તમામ પ્રયત્નો કરી રહી છે. હવે કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે દેશની મોદી સરકારે ત્રણ તબક્કાની એક વ્યૂહરચના બનાવી છે. કેન્દ્ર સરકારે કોવિડ 19 સામે લડવા માટે રાજ્ય સરકારને એક ખાસ પેકેજ આપવાનું એલાન કર્યું છે. આ પેકેજને ઈમરજન્સી રિસ્પોન્સ એન્ડ હેલ્થ સિસ્ટમ પ્રિપેરનેસ પેકેજ એવું નામ આપવામાં આવ્યું છે. આ પેકેજનું 100% ફંડિગ કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવ્યું છે.

કેન્દ્ર સરકારનું એવું અનમાન છે કે, કોરોના વાયરસ સામેની લડાઈ ખૂબ લાંબી ચાલશે. જ્યારે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મોકલવામાં આવેલી ચિઠ્ઠી અનુસાર આ પ્રોજેક્ટના મુખ્ય ત્રણ તબક્કાઓ છે.

પ્રથમ તબક્કો- જાન્યુઆરી 2020થી જૂન 2020

બીજો તબક્કો- જુલાઈ 2020થી માર્ચ 2021

ત્રીજો તબક્કો- એપ્રિલ 2021થી માર્ચ 2024

પ્રથમ તબક્કામાં કોરોના વાયરસ માટે ખાસ હોસ્પિટલ તૈયાર કરવાની, આઈસોલેશન બ્લોક ઊભા કરવાના, વેન્ટિલેટરની સુવિધા માટે ICU બનાવવા, PPEs (પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટ્સ) N95 માસ્ક વગેરેની પ્રાપ્યતા પર પ્રથમ ફોક્સ કરવામાં આવશે. લેબ નેટવર્ક્સ અને ડાયગ્નોસ્ટિક સુવિધાઓ બનાવવા પર વધુ ધ્યાન આપવામાં આવશે. આ સાથે ફંડનો ઉપયોગ સર્વિલેન્સ, મહામારીની સામે લોકજાગૃતિ અભિયાન માટે પણ કરવામાં આવશે. ફંડનો એક ભાગ હોસ્પિટલ, સરકારી દવાખાનાઓ, જન સુવિધાઓ અને એમ્બ્યુલન્સને સેનિટાઈઝ કરવા માટે પણ ખર્ચવામાં આવશે.

આ પ્રોજેક્ટ ઘણા સમય બાદ કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે થયેલા સંવાદ પછી સામે આવ્યો છે. રાજ્ય સરકાર તરફથી કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે કેન્દ્ર તરફથી સ્પેશ્યલ એક પેકેજની સતત માગ કરવામાં આવી રહી છે. આ મુદ્દો વડાપ્રધાન સાથેની જુદા જુદા રાજ્યના મુખ્યમંત્રીઓની વાતચીત દરમિયાન પણ ઊઠ્યો હતો. બીજા અને ત્રીજા તબક્કામાં શું શું કરવામાં આવશે. એ અંગે હજું સ્પષ્ટતા કરવાની બાકી છે. આ માટે ઘણું બધું જે તે સમયની સ્થિતિ પર નિર્ભર રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp