લોકડાઉનમાં બહાર નીકળવું હતું તો કલેક્ટરની સહીવાળા 3 ડુપ્લિકેટ પાસ બનાવ્યા અને...

PC: amazonaws.com

હિન્દીમાં કહેવત છે ખાલી દિમાગ શૈતાન કા ઘર..ગુજરાતમાં કહીએ તો ખાલી મગજમાં શૈતાન વસે છે. આવી ઘટના લોકડાઉન વખતે સુરતમાં બની છે. બે લોકોના શૈતાની મગજે કલેક્ટરની ડુપ્લિકેટ સહીવાળા પાસ બનાવી દીધા અને નીકળી પડ્યા માર્કેટમાં અને ઝડપાઇ ગયા. કલેકટર દ્વારા કોવિડ-૧૯ના કામે આવશ્યક સેવામાં રોકાયેલી વ્યકિતઓને પાસ ઈશ્યૂ કરવામાં આવી રહ્યા છે. જે પાસ ઉપરથી કોઇ વ્યક્તિ ડુપ્લિકેટ પાસ બનાવે તેવી તો અત્યારના સંજોગોમાં કોઈ શક્યા દેખાતી નથી. આમ છતાં ગુનાઇત માનસ ધરાવતા બે યુવાનોએ ડુપ્લિકેટ પાસના આધારે માર્કેટમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસે બન્નેને અટકાવી 3 ડુપ્લિકેટ પાસ કબજે કર્યા હતા. આ નકલી પાસ કોમ્પ્યુટરના માધ્યમથી ડીજીટલ બનાવવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ થયું હતું. પુણા પોલીસના જણાવ્યા મુજબ સ્ટાફના માણસોએ બુધવારે સાંજે સાડા છ  વાગ્યાના આરસામાં અવધ ટેક્ષટાઈલ માર્કેટ પાસેથી ઐયુબ હૈદર શેખ (ઉ.વ. ૫૦, રહેઃ ખ્વાજાનગર માન દરવાજા) અને મોહમંદ ફારૂક અબ્દુલમુનાફ શેખ (ઉ.વ.૩૫, રહે, અલ અમીન એપાર્ટમેન્ટ, ગોવિંદનગર, લિંબાયત)ને અટકમાં લીધા હતા. પોલીસે બંને પાસેથી જિલ્લા કલેકટર અને મેજિસ્ટ્રેટ દ્વારા કોવિડ-૧૯ના કામે આવશ્યક સેવામાં રોકાયેલી વ્યકિતને આપવામાં આવતા 3 ડુપ્લિકેટ પાસ મળી આવ્યા હતા.

પાસ જોઇને પોલીસને શંકા જતા બંને જણાને અટકમાં લઈ આકરી પૂછપરછ કરતા પાસ ડુપ્લીકેટ હોવાનું બહાર આવ્યું હતું. આરોપીઓએ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની સહીવાળા કોરા પાસમાં કરેલ સહી સિક્કાવાળા ફોરમેટની કોપી કરી તેને કોમ્પ્યુટરના માધ્યમથી ડીજીટલ કોપી કરી તેની પ્રિન્ટ કરીને પાસ બનાવ્યા હતા. આરોપી પાસ બોગસ હોવા છતાંયે તેનો ઉપયોગ માર્કેટમાં પ્રવેશ કરવાના હેતુથી બનાવી પોતાની પાસે રાખ્યા હોવાની કબૂલાત કરી હતી.

આ ઘટના બતાવે છે કે તમે ભલે કેટલાય સમજાવો, ડરાવો કે પછી ફટકા મારો લોકો સમજતા જ નથી. તેમણે કોઇપણ રીતે ઘરની બહાર નીકળવું જ છે. જોકે, મોટાભાગના લોકો તો પાલન કરે જ છે પરંતુ કેટલાક લોકોના કારણે બીજા લોકો પણ બગડે છે. આવા લોકો સામે પોલીસે સખ્ત કાર્યવાહી કરવી જોઇએ. કલેક્ટરની બોગસ સહી પણ કરી દેતા હોય અને આવા સમયમાં તો સામાન્ય સમયમાં આવા લોકો શું નહીં કરતા હોય તે વિચારવું જ રહ્યું. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp