કોરોનાના ડરના કારણે ગામમાં ન મળી એન્ટ્રી, ઝાડ પર ક્વોરેન્ટિન રહ્યા 7 યુવાનો

PC: intoday.in

ભારત દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. 1100થી પણ વધારે લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આ જીવલેણ બીમારીને કારણે અત્યારસુધીમાં 30થી પણ વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. એવામાં બીજા રાજ્યમાંથી પોતાના વતનમાં પરત ફરતા લોકોને ડૉક્ટર હોમ ક્વોરેન્ટિનમાં રહેવા માટે કહે છે. જેથી બીજા કોઈ વ્યક્તિને કોઈ પ્રકારનો ચેપ ન લાગે. પરંતુ, પશ્ચિમ બંગાળમાં ચેન્નઈથી આવેલા કેટલાક લોકોને ગામની બહાર ક્વોરેન્ટિન કરવામાં આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળના પુરલિયા જિલ્લાના ભંગડી ગામમાં છેલ્લા પાંચ દિવસથી સાત યુવકો ઝાડ પર ક્વોરેન્ટિન થયા છે. જમીનથી આશરે 8થી 10 ફૂટની ઊંચાઈએ લાકડાના સહારે બેસી રહ્યા છે.

ઝાડ પર વાંસના લાકડા ગોઠવીને એક નાનકડી ખાટલી તૈયાર કરી છે, જેની આસપાસ પ્લાસ્ટિક શીટ અને મચ્છરદાની ગોઠવીને કવર કરવામાં આવ્યું છે. રાત્રે રોશની માટે તે યુવકો ટોર્ચનો ઉપયોગ કર છે, જ્યારે મોબાઈલ ચાર્જ કરવા માટે ઝાડ ઉપર જ એક પ્લગ લગાવી દીધો છે. આ ઉપરાંત તે દિવસભર માસ્ક પહેરીને ફરે છે. આ યુવકો માત્ર શૌચાલય, સ્નાન કરવા અને જમવાનું લેવા માટે જ ઝાડ પરથી નીચે ઊતરે છે. ગામની બહાર આવેલા એક ઝાડ પર રહેતા સાતેય યુવકો મજૂરીકામ કરે છે. ચેન્નઈમાં તે કામ કરે છે. લોકડાઉનની પહેલા તેઓ ચેન્નઈથી ટ્રેન મારફતે પોતાના ગામમાં પહોંચ્યા હતા. કોરોના વાયરસના ડરને કારણે ગામવાસીઓએ એમને અંદર પ્રવેશવા દીધા ન હતા. ત્યારથી આ યુવાનો ઝાડ પર ક્વોરેન્ટિન થયા છે.

દેશમાં એક તરફ જ્યાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે એવા સમયમાં તેઓ પરત ફર્યા છે. ડૉક્ટરે એમને હોમ ક્વોરન્ટાઈન થવા કહ્યું હતું પણ વાયરસ ફેલાવવાના ડરથી સ્થાનિકોએ એમને પોતાના ગામથી દૂર રહેવા ઝાડ પર રહેવા માટેની વ્યવસ્થા કરી દીધી હતી. આ સાત પૈકી એક યુવકે જણાવ્યું કે, મોટાભાગનો સમય ઝાડ પર પસાર થાય છે. કપડાં ધોવા, શૌચાલય માટે અને જમવા માટે તેઓ નીચે ઊતરે છે. ગામમાં કોઈને ચેપ ન લાગે અને સંપૂર્ણ રીતે અલગ થઈને રહીએ છીએ. સ્થાનિકોની દરેક વાતનું પૂરતું ધ્યાન રાખીએ છીએ. ગત રવિવારે તેઓ ખડગપુર આવ્યા હતા. ત્યાર બાદ તેઓ બસમાં પુરલિયા પહોંચ્યા હતા. ત્યાંથી ફરીએક ખાનગી વાહનમાં બલરામપુર ગયા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp