છૂટ મળી એટલે દૂકાનો ખોલી પણ ગ્રાહકો ખરીદી માટે ન આવતા વેપારીઓ ચિંતામાં મૂકાયા

PC: news18.com

કોરોનાના સંક્રમણને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં લોકડાઉન આપવામાં આવ્યું છે. લોકડાઉનના ત્રણ તબક્કા દરમિયાન રાજ્યના મોટા ભાગના ધંધા, ઉદ્યોગ બંધ થઇ ગયા હતા. જેના કારણે ગુજરાતની અર્થ વ્યવસ્થાને મોટું નુકશાન થયું હતું. ત્યારે ગુજરાતની અર્થ વ્યવસ્થાને ફરીથી ઉભી કરવા માટે લોકડાઉનના ચોથા તબક્કામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા નોન કન્ટેઇનમેન્ટ ઝોનમાં આવતા ધંધા, ઉદ્યોગ, દુકાનો અને ઓફિસોનો ખોલવાની છૂટ આપી હતી. 1 જૂનથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં દુકાનો, ધંધા અને ઉદ્યોગ ખૂલી ગયા છે પરંતુ મોટા ભાગના વેપારીઓને દુકાન ખોલ્યા પછી પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

અમદાવાદની વાત કરવામાં આવે તો અમદવાદમાં જે ફર્નીચરની દુકાનોમાં રોજનો 50 હજારથી 1 લાખ રૂપિયાનો ધંધાઓ હતો. તે જ દુકાનોમાં આજે વેપારીઓને માંડ માળ 1500થી 5000 રૂપિયાનો ધંધો થઇ રહ્યો છે. વેપારીઓને ધંધો ન થવાનું મોટું કારણ લોકડાઉન છે. બે મહિનાના લોકડાઉનમાં ધંધાઓ બંધ રહેલા લોકોને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે. તો બીજી તરફ અમદાવાદમાં ઇલેક્ટ્રિકની દુકાન ધરાવતા વેપારીઓને વેપારીઓનો ધંધો પણ 50% જેટલો થઇ ગયો છે. તો સોનીઓની દુકાનોમાં પણ લોકો ઘરેણા ખરીદી માટે આવી રહ્યા નથી. જેથી સોનીઓનું કહેવું છે કે, જો દિવાળી સુધીમાં ધંધો બેઠો ન થયો તો હાલત ખૂબ જ કફોળી બની જાશે.

અમદાવાદની જેમ લોકડાઉનની અસર સુરતની માર્કેટમાં પણ જોવા મળી રહી છે. કોરોનાના કારણે સુરતમાંથી ઘણા લોકો તેમના વતનમાં ચાલ્યા ગયા છે. જેથી સુરતની વસ્તીમાં પણ ઘણો ઘટાડો થયો છે, તો બીજી તરફ કોરોનાના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે તેના કારણે પણ લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. સુરતમાં મોટા ભાગના વેપારીઓએ તેમની દુકાનો ખોલી દીધી છે પરંતુ ખૂબ ઓછા લોકો વસ્તુની ખરીદી આવતા હોવાના કારણે વેપારીઓ ભાડાના પૈસાની પણ ચિંતા થઇ રહી છે. કારણે કે, એક તરફ આવક ઓછી અને દુકાનોનું ભાડું લોકડાઉન પહેલા હતું તેટલું જ છે. તો બીજી તરફ લોકડાઉનમાં દુકાનો બંધ હોવાના કારણે સુરતના બોમ્બે માર્કેટના દુકાન ધરાવતા વેપારીઓ ભાડા માફીની માંગ કરી રહ્યા છે. કાપડ ઉદ્યોગ સાથે સંકડાયેલા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવામાં આવ્યો છે.

સુરત અને અમદાવાદમાં વેપારીઓ સવારે નિયમિત ક્રમ અનુસાર તેમની દુકાન ખોલે છે પરંતુ ખૂબ ઓછા લોકો ખરીદી કરવા માટે આવતા હોવાના કારણે વેપારીઓ સાંજન સમયે વહેલી દુકાનો બંધ કરીને ચાલ્યા જાય છે. અમદાવાદ અને સુરત એવા શહેરો છે કે, જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ લોકો ખરીદી કરવા માટે આવે છે પરંતુ કોરોનાની મહામારીના કારણે લોકો ખરીદી કરવા માટે તૈયાર નથી. આ પરિસ્થિતિમાં વેપારી અને દુકાનદારોની ચિંતામાં પણ વધારો થઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp