સુરતના હજીરા વિસ્તારમાં ટ્રકમાં લાગી આગ, 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત, જુઓ વીડિયો

સુરતના હજીરા વિસ્તારમાં ONGC પાસે એક ટ્રકની કેબીનમાં આગ લાગવાની ઘટના બની હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઓલવવાની કામગીરી શરૂ કરી હતી. ઘટનાની વિગતવાર વાત કરવામાં આવે તો હજીરામાં ONGC પાસે ટ્રકની કેબીનમાં જ્યારે વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન ટ્રકની કેબીન  માં આગ લાગવાની ઘટના બની હતી. વેલ્ડિંગના કારણે ટ્રકમાં રહેલા ડીઝલમાં સ્પાર્ક થવાના કારણે આ ઘટના બની હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ડીઝલની ટાંકી એકાએક ફાટવાના કારણે વેલ્ડિંગ કરી રહેલા બે કારીગરો ગંભીર રીતે દાઝ્યા હતા. દાઝેલા લોકોને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર ફાયટરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ટ્રકની કેબીનમાં લાગેલી આગ પર કાબુ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp