પડતર માગણીઓના મુદ્દે ટ્રક અસોસિએશનની દેશવ્યાપી હડતાલ યથાવત

PC: newindianexpress.com

ટ્રક અસોસિએશન દ્વારા પોતાની પડતર માગણીઓને લઈને સરકાર સામે દેશ વ્યાપી હડતાલ કરવામાં આવી છે. છેલ્લાં બે દિવસથી ચાલી રહેલી આ હડતાલને અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ અસોસિએશન દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ અસોસિએશન દ્વારા હડતાલ કરવાનું કારણ જણાવવામાં આવ્યું, જેમાં તેમણે કહ્યું કે ડીઝલના ભાવ, ટોલ ટેક્ષ, થર્ડ વીમા પોલિસી, E-Way બિલમાં થતી ભૂલોના કારણે ટ્રાન્સપોટરો પડતી મુશ્કેલીના પ્રશ્નોના નિરાકરણ માટે ટ્રક અસોસિએશન દ્વારા સરકારને વારંવાર સરકારને રજૂઆત કરવામાં આવી છે. પરંતુ સરકાર દ્વારા પ્રશ્નોનું નિરાકરણ ન લવાતા ટ્રક અસોસિએશન દ્વારા દેશ વ્યાપી હડતાલ કરવામાં આવી છે.

દેશ વ્યાપી હડતાલના કારણે સ્ટેટ ટ્રાન્સપોર્ટને 400 કરોડનું નુકશાન થઈ રહ્યું છે. ટ્રાન્સર્પોટરો દ્વારા હડતાલ પર ઉતારવાના કારણે મેન્યુફેક્ચરિંગ યુનિટ, એગ્રીકલ્ચર યુનિટ, સિરામીક યુનિટ અને ટેક્સટાઈલ યુનિટ જેવા ટ્રક ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા તમામ યુનિટોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી દિવસમાં હડતાલ લંબાશે તો દૂધ અને શાકભાજી જેવી વસ્તુઓમાં ભાવ વધારો જોવા મળે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp