TVSએ લોન્ચ કર્યું ઇલેક્ટ્રિક સ્કૂટર iQube 2022, જાણો કિંમત

PC: financialexpress.com

TVSએ બુધવારે iQube 2022 ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. તેની શરૂઆતી ઓનરોડ કિંમત રૂપિયા 98,564 છે. આ કિંમતમાં FAME અને રાજ્ય સરકાર તરફથી મળનારી સબસિડી પણ શામેલ છે. સ્કૂટરના ત્રણ વેરિયેન્ટ સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. કંપનીએ સ્કૂટરના iQube, iQube S અને iQube ST ત્રણ મોડેલ બજારમાં ઉતાર્યા છે. S વેરિયેન્ટની કિંમત રૂપિયા 1,08,690 રાખવામાં આવી છે અને ST વેરિયેન્ટની કિંમતનો ખુલાસો હજુ સુધી  કંપની દ્વારા થયો નથી.

ગ્રાહકો આજથી આ iQube અને iQube Sનું બુકિંગ કરી શકે છે. જ્યારે iQube STનું પ્રીબુકિંગ કરી શકાય છે. સ્કૂટરની ડીલીવરી જલ્દીથી જ શરૂ થઇ જશે. iQube અને  iQube S મોડેલો હાલમાં દેશના 33 શહેરોમાં ઉપલબ્ધ છે અને જલ્દીથી જ અન્ય 52 શહેરોમાં ઉપલબ્ધ કરાશે.

2022 iQube અને iQube S સ્કૂટરની ડિઝાઇન ત્રણ ફંડામેન્ટલ મુદ્દાઓ પ્રિંસિપલ, કમ્ફર્ટ અને સિમ્પલીસિટી પર બેઝ્ડ છે. ગ્રાહક રેંજ, સ્ટોરેજ, કલર અને કનેક્ટિવિટી ફીચરના આધારે ઇલેક્ટ્રિક સ્કૂટરના ઉપર જણાવેલા ત્રણ વેરિયેન્ટમાંથી કોઇપણ એકને પસંદ કરી શકશે. તેમાં 650 વોટ, 950 વોટ અને 1.5 કિલોવોટ એમ ત્રણ પ્રકારના ચાર્જીંગ ઓપ્શન મળશે.

સ્કૂટરના iQube અને  iQube S વેરિયેન્ટમાં સિંગલ ચાર્જમાં 100 કિલોમીટરની રેંજ મળશે. જ્યારે iQube ST વેરિયેન્ટમાં 140 કિલોમીટરની રેન્જ મળશે. ત્રણેય વેરિયેન્ટની રેંજ પહેલાના મોડેલની રેન્જ કરતા વધારે છે. iQube અને  iQube S બંનેની ટોપ સ્પીડ 78 કિમી પ્રતિ કલાકની હશે. જ્યારે ST વેરિયેન્ટની ટોપ સ્પીડ 82 કિમી પ્રતિ કલાકની હશે.

iQubeના બેઝ વેરિયેન્ટમાં ટર્ન બાય ટર્ન નેવિગેશન અસિસ્ટની સાથે 5 ઇંચની TFT સ્ક્રીન ત્રણ રંગો સાથે ઉપલબ્ધ હશે. 3.4 કિલો વોટ અવરની બેટરી કંપની દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. iQube Sમાં પણ સમાન બેટરી જ છે પણ તેમાં 7 ઇંચની સ્ક્રીન ઉપલબ્ધ હશે જેમાં ઇન્ટરેક્શન, મ્યૂઝિક, થીમ પર્સનલાઇઝેશન, પ્રોએક્ટિવ નોટિફિકેશન, ઇન્ક્લૂડિંગ વ્હિકલ હેલ્થ જેવા જરૂરી ફીચર્સ પણ જોવા મળશે.

iQube STમાં 53.1 કિલો વોટ અવરની બેટરી આવશે. તેમાં 7 ઇંચની TFT ટચસ્ક્રીન સાથે 5 Way જોય સ્ટીક ઇન્ટરએક્ટિવિટી, મ્યૂઝિક કંટ્રોલ, વ્હિકલ હેલ્થ, 4જી ટેલીમેટિક્સ અને OTA અપડેટ સહિતના ઘણા બધા અન્ય ફીચર્સ પણ મળશે. આ સ્કૂટર ચાર કલર ઓપ્શનમાં જોવા મળશે. તેમાં 32 લીટરની સ્ટોરેજ કેપેસીટી પણ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp