Twitterના CEOએ કરી રાહુલ ગાંધી સાથે મુલાકાત, જાણો શું બતાવ્યું?

PC: catchnews.com

ટ્વીટરના સીઈઓ અને સહ-સ્થાપક આજે પ્રથમ વખત ભારતના પ્રવાસ પર આવ્યા છે. ટ્વીટરના સીઈઓ જૈક દોરજી આજે દિલ્લીમાં છે અને તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. દોરજી પહેલી વખત ભારતની મુલાકાતે
આવેલા છે તેથી તે ખુબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા. ભારત પહોંચતા જ દોરજીએ ટ્વીટ કરી લખ્યું હતું કે, "ઘણાં વર્ષોની રાહ અને અહીં આવવાની તમન્નાની સાથે ભારત આવ્યો છું". પોતાના ભારત પ્રવાસમાં દોરજી સૌથી પહેલા બૌદ્ધ
ગુરુ દલાઈ લામાને મળ્યા હતા. દોરજી દલાઈ લામાને પોતાના 'અદભુત શિક્ષક' માને છે.

ભારત પહોંચ્યા પછી દોરજીએ જે ટ્વીટ કર્યું તેના પરથી એ સ્પષ્ટ થાય છે કે તેઓ જયપુરનો પ્રવાસ પણ કરશે. દોરજીનો પછી આઇઆઇટી દિલ્લી જવાનો પણ કાર્યક્રમ છે જ્યાંથી તેઓ ટાઉનહોલને સંબોધિત કરશે.

દોરજી અને રાહુલ ગાંધીની મુલાકાત વિશે ખુદ રાહુલ ગાંધીએ ટ્વીટ દ્વારા જાણકારી આપી છે. દોરજી સાથેનો પોતાનો એક ફોટો પણ શેર કર્યો હતો જેમાં દોરજી તેમને પોતાનું ટેટુ બતાવી રહ્યા છે.

રાહુલ ગાંધીએ લખ્યું હતું કે, "ટ્વીટર ના સહસંસ્થાપક અને સીઈઓ જૈક દોરજીથી આજે સવારે વાતચીત થઇ. ટ્વીટર દુનિયામાં સૌથી મજબૂત સોસિયલ મીડિયા પ્લેટફોર્મના રૂપમાં ઉભરી આવ્યું છે. જૈકે જણાવ્યું હતું કે ટ્વીટર પર ચેટને વધુમાં
વધુ ફીટ રાખવા માટે શું કરવામાં આવે છે અને ફેક ન્યૂઝને રોકવા માટે કયા પગલા લેવાય છે".

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp