ભારતમાં ગાય સુરક્ષિત છે, મહિલાઓ નહિઃ શિવસેના

PC: twitter.com/ShivSena

શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ સોમવારના રોજ કહ્યું હતું કે, ગાયની રક્ષાના નામ પર ભારત હવે દુનિયામાં મહિલાઓ માટે સૌથી અસુરક્ષિત દેશ બની ગયો છે અને તમામને આ માટે શરમ આવવી જોઈએ. ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીના મુખપત્ર સામનામાં એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું તે, જી હા, આપણે બિલકૂલ આપણી ગાય માતાની રક્ષા કરવી જોઈએ, પરંતુ મારી માતાનું શું? આ હિન્દુત્વ નથી. ઠાકરેનું કહેવું હતું કે, ભારતમાં ગાય તો સુરક્ષિત છે, પરંતુ મહિલાઓ નહીં.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, છેલ્લા 25 વર્ષોથી શિવસેના અને ભારતીય જનતા પાર્ટી સહયોગી છે, કારણ કે બંને હિન્દુત્વની વિચારધારા, હિન્દુઓને દરજો, રાષ્ટ્રીય હિત અને દેશની સુરક્ષા સહિત અન્ય મુદ્દા પર સમાન મત ધરાવે છે. પરંતુ હિન્દુત્વ શું છે. મારા પિતા શિવસેનાના સંસ્થાપક બાલાસાહેબ ઠાકરેને હું આ પૂછતો હતો, ત્યારે તેમનો જવાબ હતો કે, રાષ્ટ્રીયતા આપણું હિન્દુત્વ છે. અમે નથી ઈચ્છતા કે હિન્દુઓ ખાલી મંદિરમાં જઈને ઘંટીઓ વગાડે, ચોટલી રાખે અને જનોઈ ધારણ કરે. બાલાસાહેબના હિન્દુત્વના વિચારોને હવે પ્રચારિત અને લાગુ કરવા જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp