તિહાડ જેલમાં મુસ્લિમ આરોપીની પીઠ પર ગરમ સળીયાથી ઓમ બનાવ્યો, તપાસના આદેશ

PC: youtube.com

તિહાર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડી દરમિયાન મુસ્લિમ આરોપીને જેલર પર ગરમ સળીયાથી ઓમનો નિશાન કરવાનો આરોપ લગાવ્યો હતો. હથિયારોની તસ્કરીમાં અટકાયતમાં લેવાયેલે આર્મ્સ ડીલર નબ્બીર ઉર્ફ પોપાને દિલ્હીની કડકડડુમા કોર્ટમાં પોતાની શર્ટ કાઢીને આ નિશાન બતાવ્યું નહીં. નબ્બીરને જ્યુડિશિયલ કસ્ટડીની અવધિ વધારવા માટે ગુરૂવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. નબ્બીરે કોર્ટમાં જણાવ્યું હતું કે તેની સાથે તિહાર જેલામાં મારપીટ કરવામાં આવે છે, ગરમ સળીયા વડે ઓમ બનાવવામાં આવ્યો છે અને જબરદસ્તી ઉપવાસ રખાવવામાં આવી રહ્યો છે. કેદી પ્રમાણે, આ ઘટના 17 એપ્રિલની છે.

મેજિસ્ટ્રેટ રિચા પારાશરે લોકઅપની અંદર જ કેદીની પીઠ પર કરવામાં આવેલા ઓમના નિશાનના ફોટા પડાવ્યાં હતા અને તિહાર જેલ પ્રશાસનને 24 કલાકમાં જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. નબ્બીર પૂર્વી દિલ્હીના ન્યુ સીલમપુર વિસ્તારનો રહીશ છે અને હથિયાર સપ્લાય મામલે જેલમાં બંધ છે. તેને જેલ નંબર 4ના વઘારે જોખમી વોર્ડમાં રાખવામાં આવ્યો હતો. ઘટના સામે આવતાં તેને જેલ નંબર 4 થી ખસેડીને જેલ નંબર 1ના સિક્યુરિટી વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા એક કેદીના અંગોને ગરમ પાણીથી સળગાવવાનો મામલો સામે આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp