સુરતના એક વેપારી પાસે ડોન છોટા શકિલના સાગરિતે દોઢ કરોડની ખંડણી માગતા ખળભળાટ

PC: omaharentalads.com

સુરતમાં એક વેપારીએ બીજા વેપારી પાસેથી પૈસા લેવાના હતા. જ્યારે વેપારીએ પૈસાની માગણી કરી ત્યારે સામેના વેપારીએ પૈસા આપવાની મનાઈ કરી હતી. ત્યારબાદ તેણે કહ્યું કે, સાહેબનો ફોન તમારા પર આવી જશે. ત્યારબાદ પૈસા માગનાર વેપારીને દુબઈથી અન્ડર વર્લ્ડ ડોન છોટા શકિલના એક સાગરિતનો ફોન આવ્યો હતો અને તેણે વેપારી પાસેથી દોઢ કરોડ રૂપિયાની માગણી કરતા વેપારીએ સમગ્ર મામલે સુરત ક્રાઈમ બ્રાંચમાં અન્ડર વર્લ્ડ ડોન છોટા શકિલના સાગરિત વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

એક રીપોર્ટ અનુસાર, સુરતના વિશાલ નામના વેપારી (નામ બદલ્યું છે)એ અહેમદ રાજા નામના વેપારીને 2016માં દસ લાખ રૂપિયા આપ્યા હતા. વિશાલે અહેમદ રાજા પાસેથી બે વર્ષ પછી પોતાના પૈસાની માગણી કરી હતી. ત્યારે અહેમદ રાજાએ પૈસા આપવાની મનાઈ કરીને કહ્યું હતું કે, પૈસા આપવાના થતા નથી. મારી વાત સાહેબ સાથે થઈ ગઈ છે અને તમને પણ સાહેબનો ફોન આવી જશે.

અહેમદ રાજાએ વિશાલને આપેલી આ ધમકી પછી વિશાલ પર દુબઈથી એક ફોન આવ્યો હતો. જ્યારે વિશાલે ફોન ઉપાડ્યો ત્યારે સામેના વ્યક્તિએ વિશાલને કહ્યું હતું કે, તે દુબઈથી અન્ડર વર્લ્ડ ડોન છોટા શકિલનો ખાસ ફઈમ મચમચ બોલે છે. ફઈમ મચમચે વેપારીને ધમકી આપી હતી કે, 10 લાખ ભુલી જાવ અને સુરતમાં બહુ રૂપિયા કમાયા છે. તો દોઢ કરોડ રૂપિયા આપી દે. ત્રણ દિવસમાં પૈસા નહીં આપે તો પતાવી દઈશું.

અન્ડર વર્લ્ડ ડોન છોટા શકિલના ખાસ ફઈમ મચમચની ધમકી મળતા વેપારી વિશાલે સમગ્ર મામલે સુરત ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વિશાલની ફરિયાદના આધારે ફઈમ મચમચ અને અહેમદ રાજા વિરુદ્ધ ખંડણીનો ગુનો દાખલ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp