આવી રહી છે દુનિયાની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર Nano, 305 કિમીની આપશે માઈલેજ

PC: gadgets360.com

દુનિયાની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર Nano EV બજારમાં છવાઈ ગઈ છે. આ કારની કિંમત Maruti Alto કાર કરતા પણ ઓછી છે. પેટ્રોલ- ડીઝલના ભાવમાં સતત થઈ રહેલા વધારાને કારણે લોકો ઈલેક્ટ્રિક કાર તરફ વળ્યા છે. એવામાં ચીની કાર નિર્માતા કંપની વૂલિંગ હોંગગુઆંગ એક જબરદસ્ત ઓફર લઈને આવી છે. આ કાર તમને Alto કરતા પણ ઓછી કિંમતમાં અને તે પણ લેટેસ્ટ ફીચર્સ સાથે મળશે. આ કારે એક જ વર્ષમાં વેચાણના રેકોર્ડ તોડી નાંખ્યા છે. દુનિયાની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર છે Nano EV. જેની કિંમત 2.30 લાખ રૂપિયા હોઈ શકે છે. તેને ક્યાંય પણ સરળતાથી પાર્ક કરી શકાશે. એકવાર ફુલ ચાર્જ થવા પર તે 305 કિમી ચાલશે. હોંગગુઆંગની મિની ઈલેક્ટ્રિક કાર ખૂબ જ સફળ માનવામાં આવે છે. ગત વર્ષે એટલે કે 2020માં હોંગગુઆંગની મિની ઈલેક્ટ્રિક કારના 119255 યૂનિટ વેચાયા. ગત વર્ષે આ બીજા નંબરનું સૌથી વધુ વેચાનારુ ઈલેક્ટ્રિક વાહન હતું.

દુનિયાની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર Nano EVને ચીનની કાર નિર્માતા કંપની વૂલિંગ હોંગગુઆંગ બજારમાં લાવી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, કહેવામાં આવી રહ્યું છે કે, આ નાનકડી ઈલેક્ટ્રિક કાર હોવાની સાથોસાથ દુનિયાની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર પણ હોઈ શકે છે. તેની કિંમત 2.30 લાખ રૂપિયા હોઈ શકે છે. Nano EVની આ કિંમત ભારતની સૌથી સસ્તી કારની આસપાસ છે. જ્યારે Maruti Suzuki Altoની કિંમત તેના કરતા ઘણી વધારે છે. ચીની કાર નિર્માતા કંપની વૂલિંગ હોંગગુઆંગે આ કારને 2021 ટેનજીન ઈન્ટરનેશનલ ઓટો શોમાં લોન્ચ કરી હતી. આ કાર ટૂ સીટર છે.

કારનો ટર્નિંગ રેડિયસ આશરે ચાર મીટર છે. કારની લંબાઈ 2497 મિમી, પહોળાઈ 1526 મિમી અને ઊંચાઈ 1616 મિમી છે. એટલે કે તે આકારમાં Tata Nano કરતા પણ નાની હશે. તેમા 1600નો વ્હીલબેઝ મળશે. એકવાર ફુલ ચાર્જ થવા પર 305 કિમી સુધી ચાલશે. તેની ટોપ સ્પીડ 100 કિમી પ્રતિ કલાક હશે. તે IP 67-પ્રમાણિત 28 kWh લિથિયમ-આયર્ન બેટરી દ્વારા સંચાલિત છે.

કંપનીના જણાવ્યા અનુસાર, તેને રેગ્યુલર 220 વોલ્ટ સોકેટથી ફુલ ચાર્જ થવામાં 13.5 કલાકનો સમય લાગે છે. આ ઉપરાંત, 6.6 કેવી એસી ચાર્જર દ્વારા તેને માત્ર 4.5 કલાકમાં ચાર્જ કરી શકાય છે. Nano EVમાં રિવર્સિંગ કેમેરો, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, એસી, કીલેસ એન્ટ્રી સિસ્ટમ, LED હેડલાઈટ્સ અને 7 ઈંચની ડિજિટલ સ્ક્રીન પણ મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp