US અને ભારત લોકશાહી, સ્વતંત્રતા અને સ્વાધીનતાના મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ છેઃ PM

PC: PIB

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કન PM નરેન્દ્ર મોદીને મળ્યા હતા. મંત્રી બ્લિન્કને રાષ્ટ્રપતિ બાઇડેન અને ઉપરાષ્ટ્રપતિ હેરિસની શુભકામનાઓ PMને પાઠવી હતી. તેમણે આજે દિવસ દરમ્યાન ભારતના વિદેશ મંત્રી અને એનએસએ (રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર) સાથે થયેલી ફળદાયી આપ-લે વિશે PMને માહિતગાર કર્યા હતા અને સંરક્ષણ, મેરિટાઇમ સલામતી, વેપાર અને રોકાણ, આબોહવા પરિવર્તન અને વિજ્ઞાન તેમજ ટેકનોલોજી સહિતના વિવિધ ક્ષેત્રોમાં ભારત અને અમેરિકાના વ્યૂહાત્મક સંબંધો વધારે ગાઢ કરવા મજબૂત પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

PMએ એમની શુભકામનાઓ તેમજ રાષ્ટ્રપતિ બાઇડેન દ્વારા ક્વોડ, કોરોના અને આબોહવા પરિવર્તન સંબંધી સહિતની તેમણે કરેલી પહેલ બદલ તેમની પ્રશંસા રાષ્ટ્રપતિ બાઇડેન અને ઉપરાષ્ટ્રપતિ હેરિસને પાઠવી હતી. મંત્રી બ્લિન્કને ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષી અને પરસ્પરના મુદ્દાઓના વ્યાપક ફલક પર વધતા જતા અભિસરણની અને આ અભિસરણને નક્કર અને વ્યવહારુ સહકારમાં ફેરવવાની બેઉ વ્યૂહાત્મક ભાગીદારોની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી.

PM મોદીએ કહ્યું કે અમેરિકા અને ભારતના સમાજો લોકશાહી, સ્વતંત્રતા અને સ્વાધીનતાના મૂલ્યો પ્રતિ ઘેરી પ્રતિબદ્ધતા પરસ્પર ધરાવે છે અને અમેરિકામાં ભારતીય સમુદાયે દ્વિપક્ષી સંબંધો વધારવામાં અપાર યોગદાન આપ્યું છે. PMએ નોંધ્યું કે કોરોના, વૈશ્વિક આર્થિક પુન:પ્રાપ્તિ અને આબોહવા પરિવર્તન દ્વારા ઊભા થયેલા પડકારોના સંદર્ભમાં ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારી આગામી વર્ષોમાં વધારે વૈશ્વિક મહત્વની બની રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp