ગુજરાતીઓની વ્હારે આવ્યું USA વિશ્વ ઉમિયાધામ, મોકલ્યા આટલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર

PC: youtube.com

દેશ અને ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસો સતત વધી રહ્યા છે. કોરોનાની બીજી લહેર લોકો માટે ખૂબ જ ઘાતક સાબિત થઇ રહી છે. કોરોનાની મહામારી વચ્ચે રાજ્યની મોટાભાગની હોસ્પિટલોમાં દર્દીઓને બેડ મળવા પણ ખૂબ મુશ્કેલ થઈ ગયા છે. કેટલી હોસ્પિટલોની બહાર મેળવવા માટે દર્દીઓ વેઇટિંગમાં ઉભા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. તો બીજી તરફ રાજ્યમાં દવાથી લઈને ઓક્સિજનની પણ અછત સર્જાઇ રહી છે. આજ કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલીક જગ્યા પર તો એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે લોકોને ઓક્સિજન બોટલ તો મળી જાય છે પરંતુ ઓક્સિજન બોટલ પર લગાવવાનું ફ્લો મીટર મળતું નથી અને જો ફ્લો મીટર મળી જાય છે તો તેમને બોટલ મળતી નથી. ત્યારે મુશ્કેલીમાં રહેલા ગુજરાતીઓની મદદે અમેરિકામાં રહેતા ગુજરાતીઓ આવ્યા છે.

રિપોર્ટ અનુસાર અમેરિકાનું વિશ્વ ઉમિયાધામ ગુજરાતમાં વસતા લોકોની વ્હારે આવ્યું છે. વિશ્વ ઉમિયાધામ USAના ટ્રસ્ટીઓ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, ગુજરાતમાં ઓક્સિજનની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે તેઓ પોતાનાથી અંતે તમામ મદદ કરશે અને તેઓ ગુજરાતની પ્રજા માટે 1000 ઓક્સિજનના કોન્સન્ટ્રેટર મોકલશે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન USAના ટ્રસ્ટીઓ દ્વારા નિર્ણય કર્યા બાદ 5 મે બુધવારના રોજ 100 ઓક્સિજન કોન્સન્ટ્રેટર ભરેલું એક કાર્ગો પ્લેન અમદાવાદ એરપોર્ટ પર મોકલવામાં આવ્યું હતું. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ અમેરિકન સરકારની ગાઈડલાઈન અનુસાર દર અઠવાડિયે આ પ્રકારે ઓક્સિજનના કોન્સ્ટ્રેટર મોકલશે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાની મહામારી ની શરૂઆતથી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન USA અને કેનેડાની ટીમ સમાજની વેદનાને વાચા આપવા માટે દિવસ-રાત પોતાની ફરજ નિભાવી રહી છે. ઓક્સિજન બાબતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન UAS દ્વારા જે સુવિધા કરવામાં આવી છે તે સુવિધા કરવા માટે આ સંસ્થાને 9 કરોડ કરતાં પણ વધુનો ખર્ચ થવાનો છે પરંતુ તેઓ ગુજરાતની મદદ કરવા માટે આ ખર્ચ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકાથી જે ઓક્સિજનના કોન્સ્ટ્રેટર આવ્યા છે તેને પહેલા અમદાવાદના જાસપુર ખાતે વિશ્વ ઉમિયા મંદિરમાં લઇ જવામાં આવશે અને ત્યાં તેનું પૂજન કરવામાં આવશે અને પૂજન વિધિ પૂર્ણ થયા બાદ ઓક્સિજનની બોટલોને અલગ-અલગ શહેરોમાં અલગ-અલગ સંસ્થાઓને આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp