નાઇટ આઉટ માટે ગયો ક્રિકેટર સવારે આવ્યો નહીં, લાગ્યો એક વર્ષનો બેન

PC: twitter.com/Vandersay

શ્રીલંકાના લેગ સ્પિનર જેફ્રી વેન્ડર્સે પર એક વર્ષ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને તેના પર તેના પર વાર્ષિક કોન્ટ્રાક્ટની 20 ટકા ફીનો દંડ પણ લાદવામાં આવ્યો છે. કોડ ઓફ કંડક્ટનું ઉલ્લંઘન કરવા બદલ શ્રીલંકા ક્રિકેટે આ ક્રિકેટર પર કાર્યવાહી કરી છે. જેફ્રી વેન્ડર્સેને વેસ્ટઇન્ડીઝ ટુર પર બાર્બાડોસમાં રમાનારી ત્રીજી ટેસ્ટ મેચ પહેલાં ઘરે મોકલી દેવામાં આવ્યો છે. સેન્ટ લુસિયામાં 'નાઇટ આઉટ' પછી શ્રીલંકા ક્રિકેટે વેન્ડર્સે શિસ્ત ભંગની કાર્યવાહી કરી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બીજી ટેસ્ટ ડ્રો થયા પછી વેન્ડર્સે અને અન્ય ત્રણ ખેલાડીઓ સેન્ટ લુસિયાના એક નાઇટ ક્લબમાં ગયા હતા. આગલી સવારે 28 વર્ષનો આ ક્રિકેટર પોતાના રૂમમાં મળ્યો ન હતો. તેથી ટીમ મેનેજમેન્ટએ પોલીસમાં ફરિયાદ કરી. થોડાં કલાક પછી હોટલ પાછા આવેલા વેન્ડર્સે ટીમ મેનેજમેન્ટને જણાવ્યું કે બાકીના ખેલાડીઓ તેને નાઇટ ક્લબમાં એકલો મૂકીને હોટલ આવી ગયા હતા અને તે રસ્તો ભટકી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp